Abtak Media Google News

કાયદામંત્રીને ટ્રાન્જેકશનમાં કશું ખોટું જણાતું નથી?

ભારતીય જનતા દળના નેતા નવીન પટનાયકના ખાતામાં કેટલાક નાણા સંદિગ્ધ રીતે જમા કરવામાં આવ્યા હોવાના ગઇકાલે સમાચાર મળ્યા હતા. જયારે  ભારતીય જનતા દળે આ આરોપોને તદ્દન પાયા વિહોણા  અને કાલ્પનિક ગણાવ્યા હતા.

બેંકના દસ્તાવેજોના આધારે ભારતીય જનતા દળના પ્રમુખ કાર્યાલય પર ફરજ બજાવતા પુર્ણ ચંદ્ર પાધી નામના એક પટ્ટાવાળાએ ભારતીય જનતા દળ પાર્ટીના ભંડોળમાં ૧ કરોડ જમા કરાવ્યા હતા. આ મુદ્દો આડીસ્સાની એસેમ્બલીમાં ગત વર્ષે ચર્ચાયો હતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

આ મુદ્દો ઉછાળીને સીએમ નવીન પટનાયકની છબી ખરાબ કરવાનો પ્રયત્ન ગણાવતા પાર્ટીના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમે કશું જ છુપાવ્યું નથી. દરેક દસ્તાવેજો જાહેર થયેલા છે.

મે ૨૦૧૬માં વિરોધ પક્ષના નેતા નરસિંગ મિશ્રા દ્વારા ગંજસ જીલ્લાના પાધી દ્વારા એસ.બી.આઇ. બેંકના બી.જે.ડી. ના ખાતામાં ૮ કરોડ

‚ા જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારે મિશ્રાએ આ સંદિગ્ધ નાણા મામલે જવાબ આપવા જણાવ્યું હતું. કાયદા મંત્રી અ‚ણ સાહુ દ્વારા એસેમ્બલીમાં આ બેંક ખાતા વિશે જણાવ્યું હતું કે જેમાં ૮ કરોડ પાર્ટી ફંડ પેટે જમા કરાવવામાં આવ્યા હતા પરંતુ કેવી રીતે તે અંગે કંઇ માહીતી આપવામાં આવી ન હતી. તેમના મતે ટ્રાન્ઝેકશન કરવામાં કંઇ ખોટું જણાતું નથી.


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.