Abtak Media Google News

બહેનની અફવા ફેલાયાની શંકાએ ભારઇ સહિત શખ્સોએ યુવકનું ઢીમ ઢાળી દીધું તું.

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા રવિ રેસીડેન્સી પાસે રહેતા યુવકની કરપીટણ હત્યાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે તમામ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પંકજ વિનોદ ડાંગર નામના યુવકની હત્યાના ગુનામાં પોલીસે મૃતકના પિતાની ફરીયાદ પરથી વનરાજ ભરત સોનરાજ, સુરેશ ગોવિંદ, સાજન ઉર્ફે કાજલ, દિનેશ કોળી  અને બાલ આરોપી સામે ફરીયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તમામની ધરપકડ કરી પ્રાથમીક પુછપરછમાં આરોપી વનરાજ બારોટની બહેન કાજલની ખોટી વાતો ફેલાવેલી આથી કાલજની સગાઇ તૂટી ગયેલી જેનો ખાર રાખી હત્યા કરી લાશ ફેંકી દીધાની કબુલાત આપી હતી.

અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતું અને કેસ અદાલતમાં ચાલવા ઉપર આવેલો અને સદરહું કેસમાં અલગ અલગ ચોવીસ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવેલી હતી. અને અનેક દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલા હતા. ફરીયાદી અને તેમના સગાઓ દ્વારા બનાવ અંગેનું કારણ (મોટીવ) અંગેનો પુરાવો જે જુબાનીઓમાં વિરોધાભાસી છે. જેમાં પણ શંકા ઉ૫સ્થિત થયેલી છે.સદરહું કેસ સાંયોગીક પુરાવાને આધારીત કેસ હોય . આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઇએ તેવી રજુઆતો કરી હતી.

કેસની હકીકતો અને વિરોધાભાસી જુબાનીઓ અને દસ્તાવેજી પુરાવાઓ અને બચાવપક્ષ દલીલો ગ્રાહય રાખી એ.ડી. સેસન્સ જજે વનરાજ ભરતભાઇ સોનરાજ (બારોટ) સહીતના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલો છે.

આ કામના બચાવપક્ષે રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, કીરીટ નકુમ, હેમાંશુ પારેખ, વિજયસિંહ જાડેજા, જયવીર બારૈયા, મીનલ જોશી અને હીરેન ન્યાલચંદાણી તરીકે રોકાયેલા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.