આ અભિનેતા હવે લડશે લોકસભાની ચૂંટણી

અભિનેતા પ્રકાશરાજે નવા વર્ષે રાજનિતીમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી છે. તેઓ અગામી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા રહેશે. આ જાહેરાત કરવા માટે તેમણે ટ્વીટરનો આશરો લઈ કહ્યું કે, “બધાને નવા વર્ષની શુભકામનાઓ, એક નવી શરૂઆત, વધારે જવાબદારી.. આવનારી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉતરીશ, સીટની અંગેની માહિતી ટૂંક સમયમાં જ આપવામાં આવશે, હવેની વખત જનતાની સરકાર.”

પ્રકાશ રાજની ગણતરી એવા અભિનેતાઓમાં કરવામાં આવે છે કે જેઓ રાજનિતીક ટીકાઓ કરતા પણ ચૂકતા નથી. અભિનેતા પ્રકાશરાજે ઘણી વખત મોદી સરકારની પણ ટીકા કરી છે. પ્રકાશરાજ દેશનાં મુદ્દાઓ પર ઘણી વખત પોતાનું મંતવ્ય આપતા હોય છે.