Abtak Media Google News

ફિલ્મ દંગલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી સના શેખને બીજી ફિલ્મ મળી ગઈ છે. તેમાં તે એકવાર ફરીથી તેના મેન્ટર Aamir Khan ની સાથે કામ કરશે. તમને જણાવી દઈએ કે, Aamir Khan ની અપકમિંગ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં ફાતિમા સના શેખ ફાઈનલ થઇ ગઈ છે. આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરના નામની ચર્ચા હતી. તો એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેમાં આલિયા ભટ્ટને પણ રોલ મળી શકે છે. જો કે, અત્યારે તો આ ખબર પર પૂર્ણવિરામ લગાવતા ફાતિમા સના શેખને સત્તાવાર રીતે યશરાજ ફિલ્મ્સ તરફથી કન્ફર્મ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા ફાતિમાએ તેના માટે લૂક ટેસ્ટ પણ આપ્યો હતો અને તેની સાથે યાદ પણ અપાવ્યું કે, ફાતિમા ચાઇલ્ડ આર્ટિસ્ટ કમલ હાસનની સાથે ચાચી ૪૨૦ માં કામ કરી ચૂકી છે.

કમલ અને આમિર જેવા બે દિગ્ગજોની સાથે કામ કર્યા પછી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફાતિમા માટે મોટી તક હશે કારણકે તેમાં તેની સાથે અમિતાભ બચ્ચન પણ હશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરુ કરવામાં આવશે અને આગામી વર્ષે દિવાળીનાં અવસર પર આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં પણ આમિરનું નવું લૂક જોવા મળશે. આમિર ખાન પણ આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહિત છે. દંગલમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા પછી હવે આમિર ખાન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કામ કરી રહ્યા છે. યશરાજ બેનર માટે આ ફિલ્મમાં આમિર ખાન ફર્સ્ટ ટાઈમ અમિતાભ બચ્ચનની સાથે કામ કરી રહ્યા છે.

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા ‘કન્ફેશન્સ ઓફઅ ઠગ’ પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ ‘ધૂમ’ ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માં ફર્સ્ટ ટાઈમ આમિર ખાન અને અમિતાભ બચ્ચન એકસાથે આવી રહ્યા છે. તો એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ધમાકેદાર કમાણી તો કરશે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, યશરાજની આ ફિલ્મનો પ્રોજેક્ટ વધારે મોંઘો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.