- પીજીવીસીએલના ઇતિહાસમાં પહેલીવખત ઓવરલોડ વિજ કનેક્શન ટીમ મેદાને
- ઓવરલોડ કનેક્શનને લીધે વીજળી સંબંધિત ફરિયાદો વધી છે જો જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ થાય તો ફરિયાદો 50% ઘટે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પીજીવીસીએલના કુલ 60 લાખથી વધુ વીજગ્રાહકોમાંથી આશરે 35 લાખ ગ્રાહકોના વીજ કનેક્શન ઓવરલોડ હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી છે. સૌરાષ્ટ્રમાં 35 લાખ વીજગ્રાહકો તેના મંજૂર લોડથી વધુ લોડનો વીજ વપરાશ કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં 50% રેશિયો હોવાનું અને ગ્રામ્ય વિસ્તારમાં 70% રેશિયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પીજીવીસીએલ દ્વારા ઓવરલોડ કનેક્શન ધરાવતા વીજગ્રાહકોને લોડ વધારો લેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
અત્યાર સુધીમાં રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં આશરે 1.50 લાખથી વધુ વીજગ્રાહકોને નોટિસ ફટકારી લોડ વધારો લેવા જણાવ્યું છે. ગ્રાહકોએ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર લોડ વધારો લેવાની કાર્યવાહી કરવાની રહેશે.સૌરાષ્ટ્રમાં હજુ રહેણાક, ખેતીવાડી, કોમર્શિયલના કેટલા કનેક્શન મંજૂર લોડથી વધુ પ્રમાણમાં વીજલોડ વાપરી રહ્યા છે તેનું પણ પીજીવીસીએલની ટીમ ચેકિંગ કરશે. આગામી સમયમાં ગ્રાહકોને નોટિસનો આંકડો વધી શકે છે. કારણ કે જેમ જેમ પીજીવીસીએલની ટીમ ચેકિંગ કરશે અને ઓવરલોડ કનેક્શન માલૂમ પડશે તેમ તેમ ગ્રાહકોને લોડ વધારો લેવાની નોટિસ અપાશે.
લોડ વધારા માટે જરૂરી દસ્તાવેજો ની યાદી
લોડ વધારો માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડે છે જેમાં અગાઉના વીજબિલની નકલ, માલિકીના પુરાવા, ઓળખ પ્રમાણ (આધાર, પાન કાર્ડ વગેરે) સંભવિત લોડની વિગતો (કેટલા કિલોવોટ વધારવાના છે)
સબ ડિવિઝનમાં અરજી તમારે લોડ વધારો માટે
PGVCLના નજીકના સબ ડિવિઝનમાં નિયત ફોર્મમાં અરજી કરવી પડશે. આ ફોર્મ ઙૠટઈકની નજીકની ઓફિસમાંથી મળશે અથવા તેની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો.
લોડ વધારાની મંજૂરી
આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારો લોડ વધારો અમલમાં મુકવામાં આવશે. વધુ માહિતી માટે નજીકની ઙૠટઈક ઓફિસમાં સંપર્ક કરી શકાય છે.
ટેક્નિકલ ચકાસણી
PGVCLની ટીમ તમારું કનેક્શન ચકાસી શકે છે, ખરેખર કેટલો લોડ વપરાય છે અને કેટલા લોડ વધારાની જરૂર છે તે જણાવશે. તમારું મીટર અને કનેક્શન ચકાસીને જરૂરી બદલાવ કરશે.
અંદાજિત ખર્ચ
PGVCL તમારું અરજીપત્ર અને લોડની માહિતી તપાસીને અંદાજિત ખર્ચનો લેટર આપશે. જે રકમ કેશબારીમાં ભરવાની રહેશે