અફઘાનના પઠાણોએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી સીરિઝ અંકે કરી

ત્રણ ટી-20 મેચની સીરિઝમાં અફઘાનિસ્તાને બીજા મેચમાં પાકને 7 વિકેટે મ્હાત આપી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ યુ. એ.ઈ ખાતે રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાનના પાઠણોએ પ્રથમ બે ટી20 મેચ જીતી સિરીઝ અંકે કરી લીધી છે અને પાકિસ્તાનને ઘૂળચાટતું કરી દીધું છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા છ વિકેટ ગુમાવી 130 રન નોંધાવ્યા હતા. જેમાં અફઘાનિસ્થાને માત્ર ત્રણ વિકેટ ગુમાવી 133 રન હાંસલ કરી સાત વિકેટ એ જીત મેળવી હતી. સ્ટાર ખેલાડીઓ વિનાની પાકિસ્તાની ટીમની હાલત બેટિંગ ઈનીંમાં ફ્લોપ જોવા મળી હતી.

બીજી મેચમાં પાકિસ્તાનના સુકાની શાદાબ ખાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ મેચની માફક બીજી ટી20 મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ કશુ ઉકાળી શક્યા નહોતા. 6 વિકેટના નુક્શાન પર નિર્ધારીત 20 ઓવરમાં 130 રનનો સ્કોર નોંધાવી શક્યા હતા. જેમાં સૌથી વધુ ઈમાદ વસીમે અડધી સદી વડે નોંધાવ્યા હતા. જ્યારે શફીક ગોલ્ડન ડક અને ઓપનર સઈમ અયૂબ સિલ્વર ડક સાથે પરત ફર્યો હતો.

અફઘાનિસ્તાને સરળતાથી 133 રનનુ લક્ષ્ય અંતિમ ઓવરમાં પાર કરી લઈને જીત મેળવી હતી. આ સાથે જ સતત બીજી ટી20 મેચ જીતીને હવે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામેની દ્વી-પક્ષીય સિરીઝ પોતાને નામ કરી લીધી છે. સિરીઝની અંતિમ ટી20 મેચ આજે રમાનારી છે. આમ હવે પાકિસ્તાને ક્લીન સ્વીપ કરીને ઈતિહાસ રચવાનો તક છે. જ્યારે પાકિસ્તાન આ મેચ જીતવાની અપેક્ષાએ રમશે જેથી ક્લીન સ્વીપ નો થાય.