Abtak Media Google News

કર્મચારી સંઘ દ્વારા કરવામાં આવેલી રજુઆતનો નિવેડો ન આવતા નિર્ણય લેવાયો

ભાટીયા બજાર સમિતિના કાયમી કર્મચારીઓએ ગઇકાલથી કાળી પટ્ટી બાંધી શરુ કરેલા ત્રિદિવસીય વિરોધ બાદ આવતા દિવસોમાં પ્રતિક ઉપવાસ કરી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ભાટીયા બજાર સમિતિમાં કાયમ કર્મચારીઓ દ્વારા વિવિધ માગથીઓ બાબતે સતત ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે તેમજ આવતા દિવસોમાં પ્રતિક ઉપવાસ કરી આંદોલન પણ કરશે અને ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંધ દ્વારા પણ આ બાબતે ચીમકી ઉચ્ચારી છે. સરકાર દ્વારા વટ હુકમ બહાર પાડી બજાર ધારામાં ર૬ જેટલા સુધારા કરી બજાર સમિતિઓને મૃતપાય તરફ ધકેલી દેવામાં આવી છે. આ સુધારા મુજબ અમુક સુધારા કર્મચારીઓના હિતને અસરકર્તા હોવાથી આ બાબતે કર્મચારી સંઘ દ્વારા સરકારને રજુઆત પણ કરી છે પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઇપણ નિર્ણય નહી આવતા બજાર સમિતિના કર્મચારીઓના હિતને રક્ષણ આપવા અને ભવિષ્ય મળવા પાત્ર તમામ આર્થિક લાભ બજાર સમિતિના  તમાક કર્મચારીઓને મળતા રહે તેમજ ફિલ્ડ કર્મચારીઓની સેવા નિયામક વહીવટી તંત્રની દેખરેખ હેઠળ મુકવામાં આવે તેવી માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.