Abtak Media Google News

તમામ એરલાઈન્સ કંપનીઓએ ચોથી મે બાદની હવાઈ સેવાનું શરૂ કરેલું ઓનલાઈન બૂકીંગ સિવિલ એવીએશન મંત્રાલયે બંધ કરાવ્યું: ઈન્ડિગોએ ૩૧ મે સુધીની હવાઈ સેવાનું બૂકીંગ બંધ કર્યું

કોરોના વાયરસના સંક્રમણના કેસો રાજયભરમાં સૌથી વધારે અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. જેમાં અમદાવાદના જમાલપૂર ખાડીયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ બાકાત નથી ખેડાવાલાને કોરોના પોઝીટીવ જાહેર થયો તે પહલે અમદાવાદના જૂના કોટ વિસ્તારમાં કફર્યું લગાડવા મુદે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમની સાથે ચર્ચા વિચારણા કરી હતી ખેડાવાલાને કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા મુખ્યમંત્રી રૂપાણી સહિતના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેથી ફેસબુકમાં ઓરંગાબાદનાં એક શખ્સે વિજયભાઈને કોરોના પોઝીટીવ આવ્યાની ખોટી અફવાઓ ફેલાવી હતી. જેથી અમદાવાદના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા આ અફવા ફેલાવનારા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

ડીરેકટર જનરલ ઓફ સીવીલ એવીએશન દ્વારા તમામ ખાનગી એરલાઈન્સ કંપનીઓનો પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ચોથી મે બાદ હવાઈ સેવા શરૂ કરવા માટેના કોઈ નિર્દેશો આપવામાં આવ્યા નથી જેથી કોઈપણ ખાનગી એરલાઈન્સ કંપનીઓએ હાલમાં ચોથી મે બાદનું ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ હવાઈ સેવાનું બુકીંગ કરવું નહી જે બુકીંગ કરાયું છે. તેને રદ કરીને બુકીંગ કરાવનારા યાત્રાળુને ભાડુ પરત કરવા જણાવાયું છે. ઉપરાંત, આ પત્રમાં એવું પણ જણાવાયું છે કે જયારે હવાઈ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાશે તેની તુરંત ખાનગી એરલાઈન્સોને જાણ કરવામાં આવશે જેથી તેઓને પોતાની ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ હવાઈ સેવા માટે બુકીંગ કરવા માટે પૂરતો સમય મળી રહે છે.

એરલાઈન્સ કંપનીઓએ ચોથી મે માસના ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ હવાઈ સેવા માટેના ઓનલાઈન બુકીંગ શરૂ કર્યા હતા જેની જાણ થથા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ ટવીટ કરીને ત્રીજે મે બાદ હવાઈ સેવા શરૂ કરવાનો હજુસુધી કોઈ નિણૅય કરાયો ન હોય એરલાઈન્સ કંપનીઓને બુકીંગ બંધ કરવા જણાવ્યું હતુ ઉડ્ડયન મંત્રી પુરીના ટવીટ બાદ સીવીલ એવીએશન મંત્રાલયે તુરંત તમામક એરલાઈન્સ કંપનીઓને પત્ર પાઠવ્યો હતો. જોકે સરકારી કંપની એરઈન્ડીયાએ ઉડ્ડયન મંત્રીના ટવીટ બાદ બુકીંગ બંધ કરી દીધું હતુ પરંતુ ખાનગી કંપનીઓએ બુકીંગ ચાલુ રાખ્યું હતુ જે મંત્રાલયના પત્ર બાદ મંત્ર કરી દેવામાં આવ્યું છે.

આ પત્ર બાદ અગ્રણી ખાનગી એરલાઈન્સ કંપની ઈન્ડીગોએ ૩૧ મે સુધીનાં તમામ બુકીંગો બંધ કરી દીધા છે. જયારે બીજી ખાનગી એરલાઈન્સ કંપનીઓ હજુ અસમંજસની સ્થિતિમાં હોય નવું બુકીંગ બંધ કરી દીધઉં છે. આ પહેલા પણ લોકડાઉનની ડેડલાઈન ૧૪ એપ્રીલ બાદ અનેક એરલાઈન્સ કંપનીઓએ તેમની હવાઈ સેવાનું બુકીંગ શરૂ કર્યું હતુ. પરંતુ કેન્દ્ર સરકારે લોકડાઉનને ત્રીજી મે સુધી લંબાવવાનો નિર્ણય કરીને તમામ એરલાઈન્સ કંપનીઓને ૧૪ એપ્રીલ બાદનું બુકીંગ કર્યું હોય તો તેનું રીફંડ યાત્રાળુઓને આપવા સૂચના આપી હતી. હાલમાં ઈન્ડીગોએ ૩૧ મે સુધી હવાઈ સેવાનું બુકીંગ બંધ કર્યુ હોય જૂન માસમાં હવાઈ સેવા પૂર્વવત થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.