કોર્ટોના “અલીગઢી તાળાએ વકીલોની હાલત કફોડી બનાવી દીધી !

રાજકોટને નોન કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી કોર્ટો શરૂ કરવા માંગ: બકુલ રાજાણી

રાજયનાં તમામ વકીલો માટે આર્થિક પેકેજ જાહેર કરવા સરકારમાં રજુઆત

રાજકોટ બાર એસોસીએશન દ્વારા રાજકોટ જીલ્લો ક્ધટેન્મેન્ટ ઝોનમાં આવતો ન હોય હાલ રાજકોટમાં કોરોનાના કેસ પણ ઘટવામાં હોય રાજયનાં અન્ય જીલ્લાની કોર્ટો સાથે રાજકોટ જીલ્લાની કોર્ટો ખોલવા તથા વકીલો માટે આર્થિક રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી તથા હાોકઇર્ટના ચીફ જસ્ટીસ્ટને રજુઆત કરી છે.

બાર એસો. દ્વારા કરાયેલ રજુઆતમાં જણાવાયું છે કે કોરોના મહામારીને કારણે છેલ્લા નવ માસથી કોર્ટ બંધ છે. જેને કારણે વકીલોને હાલાકી ભોગવવી પડે છે. નવ માસથી કોર્ટ બંધ છે. જેને કારણે વકીલોને હાલાકી ભોગવવી પડે છે. આર્થિક પરિસ્થિતિ ડામાડોળ બની હોય પરિવારના નિભાવનો સવાલ ઉભો થવા પામ્યો છે. હાલમાં જ ધ્રોલના વકીલ દ્વારા હતાશ બની આત્મહત્યાનું પગલું ભયુૃ હતું.

કોરોના મહામારીની ઉદભવેલી પરિસ્થિતિમાં વીડીયો કોન્ફરન્સગથી કોર્ટોની કાર્યવાહી ચલાવવી તે પગલું આવકારદાયક હતું. પરંતુ ઘણા બધા વકીલોને ગુમ એપ્લીકેશનની અપુરતી માહીતી તથા એપ્લીકેશનથી કાર્યવાહી ચલાવવાનો અનુભવ ના હોય લોઅર કોર્ટોના ઘણા વકીલોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

હાલ રાજકોટ શહેર તથા જીલ્લામાં કોવીડ ૧૯ ના કેસોમાં ઉતરોતર ઘટાડો થઇ રહ્યો છે. મૃત્યુ આંકમાં પણ ઘટાડો નોંધાયો છે. આવા સંજોગોમાં રાજકોટને ક્ધટેન્મેન્ટ ઝોન તરીકે ચાલુ રાખવું યોગ્ય નથી. વકીલો દ્વારા સરકાર દ્વારા અપાયેલ ગાઇડ લાઇનનું પહેલે જ ચુસ્ત પાલન કરાયું છે.

હાલ ટ્રેન, બસ, સ્વીમીંગ પુલ, સીનેમા વગેરે ચાલુ થઇ ગયા છે. મુખ્યત્વે કચેરીઓ પણ પુન: શરુ કરાઇ છે. આ જગ્યાઓ પર કોર્ટથી પણ વધુ માણસો એકત્રીત થાય છે. કલેકટર, ડેપ્યુટી કલેકટર, મામલતદાર કચેરીઓમાં કેસના બોર્ડ ચાર માસ પહેલા શરુ થઇ ચુકયા છે. આ કાર્યવાહી કોર્ટની માફક જ ચાલે છે. ત્યારે માત્રને માત્ર કોર્ટની કાર્યવાહી શા માટે બંધ રખાઇ છે. તેવો સવાલ ઉદભવે છે. આર્થિક રીતે પરેશાની ભોગવી રહેલા વકીલો પૈકી નાશી પાસ બની વધુ કોઇનો ભોગ લેવાય તે પહેલા સરકાર દ્વારા ગંભીરતા લઇ રાજકોટને નોન ક્ધટેનટમેન્ટ ઝોન જાહેર કરવા અને રાજયના તમામ વકીલોને અન્ય રાજયોની બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા, કેતનભાઇ દવે, રક્ષીતભાઇ કલોલા, સંદીપભાઇ વેકરીયા તથા કારોબારી સભ્યોએ ઉપરોકત રજુઆત ને અંતે બાર એસો. દ્વારા સરકાર સામે ગાંધી

ચિંઘ્યા માર્ગે આગળ વધવા ફરજ પડશે જેની ગંભી નોંધ લેવા જણાવ્યું હતું.

બેકારીથી કંટાળી વકીલો અન્ય વ્યવસાય તરફ વળ્યા

કોરોના કાળમાં વકીલાત નો વ્યવસાય લાંબા સમયથી બંધ હોય ઘર પરિવારનું ગુજરાન કઇ રીતે ચલાવવું? તે ચિંતા સાથે કેટલાક વકીલો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. કારણ કે રોજીરોટી ઘણા સમયથી ઠપ્પ થઇ હોય ના છુટકે અન્ય વ્યવસાય ફરજીયાત બનવા પામ્યો છે. ધ્રોલમાં વકીલની આત્મહત્યાની ઘટના પરાકાષ્ટારૂપ ગણી શકાય.

સિનેમા- સ્વીમીંગ પુલ ખુલ્યા કોર્ટ કેમ નહીં?

હાલ અનલોકની સ્થિતિમાં કોરોનાની અસર ધીમી થતી હોય સરકાર દ્વારા ટ્રેન, બસ, સિનેમા હોલ, સ્વીમીંગ પુલ, મોલમાં છુટછાટો અપાતા ધમધમી ઉઠયા છે. ઉઘોગ ધંધા ફરી પૂર્વવત થઇ ધબકી રહ્યા છે. ત્યારે માત્ર કોર્ટો બંધ રખાતા વકીલો કફોડી હાલત સાથે દુવિધા ભોગવી રહ્રયા છે. છેલ્લા નવ માસથી સર્જાયેલી આ હાલત દિન પ્રતિદિન બદતર બની રહી છે.