Abtak Media Google News

કઠોળ બધા જ ખુબ જ શકિતવર્ધક હોય છે. હાલના કોરોના કાળમાં રોગ પ્રતિકારક શકિત વધારવા સૌ જાગૃત થયા છે ત્યારે બધા જ કઠોળમાં ચણા સૌથી વધુ અસરકારક છે. હાલના અભ્યાસમાં જાણવા મળ્યું કે તેનું સેવન રકતમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે. દેશી ચણાના પોષક તત્વોની સંરચના સફેદ ચણાથી ભિન્ન હોય છે. તેમાં પાચક રેસાનું પ્રમાણ વધારે હોય છે. ગુજરાતી સાહિત્યમાં પણ ચણાને લગતી ઘણી કહેવતો છે. જેમાં ખાલી ચણો લાગે ઘણો જેવી અનેક જોવા મળે છે.

ચણામાં પ્રોટીન-ચરબી, વિટામીન એ-બી જેવા તત્વો સાથે આર્યન કેલિશ્યમ જેવા વિવિધ મિનરલ પણ હોય છે. તેમાં જસત, ફોલેટ અને પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે

અન્ય કઠોળની સરખામણીમાં સૌથી વધુ પ્રોટીન ચણામાં હોય છે. વનસ્પતિ શાસ્ત્રમાં જેનું નામ સસાઇસર એરિએટિનમ છે. ચણાને ચીકપી, ગારબાન્ઝોલીન, સેસીબીન, સનાગાબુ, બેંગાલગ્રામ અને હ્યુમસ નામથી પણ ઓળખાય છે

Been Kathod 1

માનવ વિકાસના ઇતિહાસમાં નીઓલીથેક કાળમાં પણ તેની ખેતીના પુરાવા મળ્યા છે તુર્કસ્થાનમાં ઇ.સ. પૂર્વે 3500 ની આસપાસના પુરાવા છે. સાથે દક્ષિણ ફ્રાંસમાં એક ગુફામાં જંગલી ચણાના અવશેષો ઇ.સ. પૂર્વે 6790 જેટલા પ્રાચિન હોવાનો અંદાજ છે. આ બધી વાતો પરથી નકકી થાય કે આજથી 7500 વર્ષ પહેલા પણ તેની ખેતી થતી જોવા મળે છે. અન્ય કઠોળની તુલનામાં સૌથી વધુ પ્રોટીન સાથેના વિવિધ તત્વો ચણામાં વધુ હોય છે. વનસ્પતિ શાસ્ત્રમાં તેનું નામ સાઇસર એરિએટિનમ છે. ચણાને ચીકપી, ગારબાન્ઝોલીન, સેસીબીન, સનાગાબુ, બેંગાલગ્રામ અને હ્યુમસ નામથી પણ ઓળખાય છે.

આપણે ગુજરાતી ટેસ્ટી ભોજનના શોખીન હોય છે. ચણાની વાત આવે એટલે છોલ:-ભટુરે કે દેશી ચના મસાલા યાદ આવી જાય છે. દાલ પકવાન સાથે આપણા ફેવરીટ કઠોળ ચણા અને મગ છે. મીકસ કઠોળ ફણગાવીને ઘણા લોકો સવારમાં ખાતા હોય છે. ‘ચીકપીસ’ અંગ્રેજી નામથી ઓળખાતા ચણા લેટીન અને ફ્રેન્ચ ભાષાના બે અલગ શબ્દોથી શબ્દ બન્યો છે. આશરે દશ હજાર વર્ષ પહેલા તેની ખેતીના પુરાવા મળેલ છે.

ચણાનો ઇતિહાસ ઘણો લાંબો છે. તેનો અધિકૃત શબ્દ પ્રયોગ 1338 ના ગ્રંથ બાદ 1549 ના અંગ્રેજીના એક શબ્દ કોશમાં સ્થાન મળેલ હતું. તે એક સપુષ્પ દ્રીદલીય વનસ્પતિ છે. આપણાં દેશના લગભગ તમામ રાજયોમાં તેનો ઉપયોગ જોવા મળે છે. ગરીબો કે શ્રીમંતો બધામાં તે મનપસંદ છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવાય છે. આપણે પણ લીલાચણાનું શાક કાઠિયાવાડની પ્રથમ પસંદગી છે.

પાણીપુરીના મસાલામાં તેની હાજરી માત્રથી તેનો ટેસ્ટ ફરી જાય છે. ચણા તાજા હોય ત્યારે લીલા હોય છે, ત્યારે પણ આપણે ખાઇએ અને સુકાયા બાદ તેને બાફીને આપણે ખાઇએ છીએ, આજે તેની હજારો જાતો એક સમયે જોવા મળતી તેમાંથી માત્ર ર1 જાત જ જોવા મળે છે. ચણા પણ વિવિધ રંગો જેવા લીલા, કાળા, સફેદ જેવા વિવિધ  રંગોમાં જોવા મળે છે. વિશ્ર્વની કુલ પ્રોટીન જરૂરીયાત પૈકી ર0 ટકા જરૂરીયાત એકલા ચણા જ પુરી પાડે છે. પર્યાવરણની ગ્લોબલ વોમિંગ સમસ્યા ચણાને પણ નડતા તેનું વૈશ્ર્વિક ઉત્પાદન ઘટયું છે. ભારત સાથે એશીયા- યુરોપ જેવા વિવિધ દેશોમાં તેનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે.

પ્રાચીન ગ્રીકમાં લોકોનો મુખ્ય ખોરાક ચણા હતો. ઘણી મીઠાઇ પણ બનતી તો આજની જેમ લીલા-કુણા ચણા એમ જ લોકો ખાતા હતા. રોમની પ્રજા તેના ખોરાકમાં વિવિધ રીતે ચણાનો ઉપયોગ કરતા ને વીનસ, રેમ અને ટયુનિક જેવી વિવિધ વાનગીઓ બનાવતા હતા. તેઓ બાફીને તેને દાળ અને સુપ પીતા હતા. પ્રાચિન કાળમાં પણ આજે જે આપણે દાળિયા ખાય છીએ તે ભૂંજેલા ચણા નાસ્તમાં લેતા હતા.

રોમના ઇતિહાસમાં ચણાની ઘણી વાનગીઓ નો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કિલ્લાના અવશેષોમાં પણ ચણા અને ચોખા જોવા મળ્યા હતા. અલ્જીરીયન પ્રજાની ખાસ વાનગી માર્ગા ચણામાંથી બનતી હતી. ઇ.સ. 800 આ લખાયેલ ગ્રંથમાં ઇટાલીના દરેક રાજયમાં ચણાની ખેતી થતી હોવાની નોંધ જોવા મળે છે. ચણાએ વટાણા કરતા વધુ ગુણકારી છે અને ઓછા વાયુકારક છે.

પ્રાચીન કાળમાં ચણાને વિનસ (શુક) સાથે જોડતાને તેમની માન્યતા મેજબ તે શકિત વર્ધક ને કારણે ઘણી બધી શરીરની શકિત વધારતા અને રોગોમાં ઇલાજ કરવામાં મદદરૂપ  થતા તેવા મતને કારણે તેઓ સફેદ ચણાને વધુ ખાતા હતા. પુરૂષત્વ વધારવાને ચણાને સિંધો સંબંધ છે તેવું અને આજે પણ લોકો માની રહ્યા છે. 1793 માં જર્મન લેખકે ભૂંજેલા ચણાને યુરોપમાં કોફીના પુરક તરીકે નોંઘ્યા હતા.

પહેલા વિશ્ર્વયુઘ્ધ દરમ્યાન તે જર્મનીમાં રોપાયા હતા. આયુર્વેદમાં ચણાને વિશેષ બળપ્રદ કહેવાયા છે. ઘોડાને પણ ચણાની ચંદી ભોજનમાં આપવામાં આવે છે. ચણાના સેવનથી શરીરનો બાંધો મજબુત  બને છે નિયમિત તેના સેવનથી શરીરની સિસ્ટમ તીવ્ર બને છે. તેમાંથી આપણને કાર્બો હાઇડ્રેટ, રેશા, પ્રોટીન, કેલ્શિયમ, આર્યન અને વિટામીન ભરપુર માત્રામાં મળે છે. તે ખુબ જ પોષ્ટિક હોવાથી કમળો, માથાનો દુ:ખાવો, કફ, રકતપિત, પિત્તરોગ વિગેરેમાં ખુબ જ ફાયદાકારક છે.

Been Kathod 2

ચણાને ગરીબોની બદામ પણ કહેવાય છે. કારણ કે તે સસ્તા હોય છે પણ મોટી મોટી બિમારીઓ સામે લડવાની શકિત આપે છે. તેના નિયમિત સેવનથી આપણું મગજ તે જ બને છે. મેદસ્વીતા ઘટાડવા દરોજ નાસ્તામાં લેવા સાથે ફણગાળેલા ચણા નિયમિત ખાવાથી કુષ્ટ રોગમાં પણ રાહત મળે છે. ઘણા લોકો તેના લોટથી સ્નાન પણ કરે છે. તો આપણા ફેવરીટ ફાફળા, વળેલા ગાંઠીયા તેના લોટમાઁથી બને છે. હ્રદયની ઘણી બિમારીઓને રોકવા તેને મજબુત કરવા તેનો ઉપયોગ કરવો જોઇએ, નબળાઇ, ગેસ, ડાયાબીટીસ જેવી સમસ્યા સાથે હ્રદયરોગથી બચવા પણ તેનું નિયમિત સેવન કરવું જોઇએ.

ચણામાં લગભગ 28 ટકા ફોસ્ફરસ છે જે શરીરમાં નવા કોષો બનાવવામાં મદદ કરે છે, સાથે શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારીને કિડનીમાં રહેલા ઝેરને સાફ કરે છે. કિડનીની સુરક્ષા માટે ચણા સૌથી ફાયદાકારક છે. ચણામાં મીઠું ઉમેરીને ખાવાથી આપણા દાંત મજબુત  બને છે. ચણામાં મુત્રવર્ધક પદાર્થ ગુણ ધર્મો હોવાથી તે પેશાબની સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.

પ્રાચિન ગ્રીકના લોકોનો મુખ્ય ખોરાક ચણા હતો!!

તામ્રુયુગમાં ઇટાલી અને ગ્રીસ લોકોના ખોરાકમાં ચણાનો ઉપયોગ થતો, તેઓ તેની ઘણી મીઠાઇ પણ બનાવતા હતા. રોમન પ્રજા પણ ચણાની અનેક જાતનો ખોરાકમાં ઉપયોગ કરતા હતા. તેમની રેમ અને પ્યુનિટ જેવી લોકપ્રિય વાનગી ચણામાંથી જ બનતી હતી. પ્રાચિન કાળમાં તેની હજારો જાત જોવા મળતી તે પૈકી આજે વિવિધ રંગોમાં 21 ચણાની જાત જોવા મળે છે. અલ્જીરીયન લોકોની જાણીતી વાનગી ‘માર્ગા’ પણ ચણામાંથી બને છે. વિશ્ર્વની કુલ પ્રોટીન જરુરીયાતના ર0 ટકા ચણા દ્વારા પુરી થાય છે.

ગ્લોબલ વોમિંગને કારણે તેનું વૈશ્ર્વિક ઉત્પાદન ઘટયું છે. પ્રાચિન કાળમાં પણ લાલ, કાળા અને સફેદ ચણાનો ઉલ્લેખ જોવા મળે છે. એ ગાળામાં લોકો તેને વિનસ (શુક્ર) સાથે જોડતા હોવાથી તે ખુબ જ શકિત વર્ધકની વાત માનતા સાથે સફેદ ચણાનો વધુ ઉપયોગ કરતાં હતા. ચણામાં અંદાજે 28 ટકા જેટલું ફોસ્ફરસ હોવાથી શરીરના નવા કોષો બનાવવામાં મદદ કરે છે. સાથે હિમોગ્લોબીનનું પ્રમાણ વધારીને કિડનીમાં રહેલા ઝેરને દૂર કરે છે. ઘણા બધા રોગોમાં ચણાનું સેવન ઘણું જ ફાયદાકારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.