Abtak Media Google News

પાનસૂરિયા અકબરી પરિવારનું પ્રેરણાદાયી કાર્ય

લગ્ન પ્રસંગે કોઇપણ પરિવાર માટે કાયમનું સંભારણું બની રહેતું હોય છે. પરિવારનો આ પ્રસંગ સર્વે મહેમાનો માટે યાદગાર બની રહે તે માટે પાનસુરીયા પરિવાર અને અકબરી પરિવાર દ્વારા મહેમાનો અને સમાજ માટે પ્રસંગ યાદગાર ઉપરાંત પ્રેરણદાયી અને સ્તુત્ય બની રહે તેવી અનોખી પહેલ કરવામાં આવી હતી.

તાજેતરમાં જ રાજકોટ ખાતે સુરેશભાઇ મોહનભાઇ પાનસુરિયાના પુત્ર તૃપલ અને અશોકભાઇ નાથાભાઇ અકબરીની પુત્રી શૈલાના શુભ પરિણ્ય આયોજીત સત્કાર સમારંભ બન્ને પરિવારોની મહેચ્છાથી આ પ્રસંગમાં પધારેલ મહેમાનોએ લખાવેલ ચાંદલાની રકમ સદ્દભાવના વૃઘ્ધાશ્રમને સમર્પિત કરી હતી. આ નિર્ણય પ્રેરણાદાયી અને અનુકરણીય હોવાથી સમગ્ર સમાજ આ પગલે ચાલીને માનવસેવાના કાર્યો કરે અને સમાજને નવી રાહ ચીંધે તેવો પરિવારનો અભિગમ છે. આ તકે સદભાવના વૃઘ્ધાશ્રમના ટ્રસ્ટીએ વૃઘ્ધાશ્રમ વિશે મહેમાનોને માહિતગાર કર્યા ત્યારે પાનસુરીયા પરિવાર અને અકબરી પરિવાના નિર્ણયને વધાવી લેતા મહેમાનોએ બમણી રકમના ચાંદલા તથા અનામી રકમ પણ ભેંટ કરી સદભાવના વૃઘ્ધાશ્રમના વડીલોને પાનસુરીયા પરિવાર અને અકબરી પરિવાર તરફથી પ્રસંગ નિમીતે આવેલ ચાંદલાની માતબર રકમની ભેટ સામે સદભાવના વૃઘ્ધાશ્રમના ટ્રસ્ટીઓએ આભાર માનીને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ વૃઘ્ધાશ્રમમાં નાત જાત કે ધર્મના ભેદભાવ વિના જરુરીયાત વૃઘ્ધોને શ્રેષ્ઠ કક્ષાની તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજકોટમાં આ પ્રકારનું ઉદાહરણરુપ માનવસેવાનું કાર્ય બીજીવાર સમાજ સમક્ષ ઉભરીને આવ્યું છે. અગાઉ પણ આ રીતે નવદંપતિએ લગ્નમાં આવેલ ચાંદલાની માતબર રકમ સદભાવના વૃઘ્ધાશ્રમના વડીલોને અર્પણ કરી ઐતિહાસિક  અને પ્રેરણાદાયી પરિણ્ય પ્રસંગ બનાવ્યો હતો.

આવા શુભ નિર્ણયને ગુજરાતભરમાંથી આવકારો મળી રહ્યાં છે. તથા અનેક પરિવારો હાલ સદભાવના વૃઘ્ધાશ્રમનો સંપર્ક કરી પોતાની યથાશકિત પ્રમાણે સદભાવના વૃઘ્ધાશ્રમમા વડીલોને ભેટ સમર્પિત કરવાના ઉદ્દેશ્ય સાથે ખુલ્લા હ્રદયે આમંત્રણ પાઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.