Abtak Media Google News

અબતક, રાજકોટ

ગાંધીનગર મહાનગર પાલિકા ઓખા અને થરા નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી પ્રસંગોપાત ખાલી પડેલી જિલ્લા પંચાયતની આઠ બેઠકો મહાપાલિકાની ૩ બેઠકો, તાલુકા પંચાયતની ૪૭ બેઠકો અને નગરપાલિકાઓની ૪૫ બેઠકો માટે આગામી ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે. ચૂંટણી માટે ૧૩મી સપ્ટેમ્બરના રોજ જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ જશે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ૧૮મી સુધીમાં ફોર્મ ભરી શકશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરાયા બાદ ચૂંટણી જંગ જામશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત ૬ સપ્ટેમ્બરના રોજ મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, મધ્યસત્ર ચૂંટણી તથા પેટા ચૂંટણીનો તારીખનું એલાન કર્યું છે. ગાંધીનગર મહાનગર પાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે સામાન્ય ચૂંટણી, અમદાવાદ મહાપાલિકાની બે અને જૂનાગઢ મહાપાલિકાની એક બેઠક માટેની પેટા ચૂંટણી, બનાસકાંઠાનો થરા નગરપાલિકાની અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી આગામી ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે.

આ ઉપરાંત વડનગર, મહેસાણા, ભચાઉ, વલસાડ, ઉમરગામ, ગણદેવી, બિલીમોરા, ભ‚ચ, રાધનપુર, ચાણસ્મા, લીંબડી, સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ, લુણાવડા, સિક્કા, દ્વારકા, ખેડા, ડાકોર, મહેમદાબાદ, બાવળા, બારેજા, ધંધુકા, ઉપલેટા, માણસા, વિસાવદર, માણાવદર, તળાજા, ધનેરા, તરસાડી અને મોડાસા નગરપાલિકાની ૪૫ બેઠકોની પેટા ચૂંટણી, રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક માટે, નવસારી જિલ્લા પંચાયતની ‚મલા, તાપી અને જિલ્લા પંચાયતની કરેજવેલ બેઠક, ખેડાના વાંઘરોલી બેઠક, અરવલ્લી જિલ્લા પંચાયત નાંદોજ બેઠક, અમદાવાદ જિલ્લા પંચાયતની નાંદેજ બેઠક અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ગોંવિદપરા બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાશે.

આ ઉપરાંત આણંદ, દસક્રોઇ, મહેસાણા, સતલાસણા, ખેરાલુ, રાધનપુર, હારીજ, બારા, ડોલવણ, સોનગઢ, નિજર, વિસાવદર, દ્વારકા, દાંતા, પાલનપુર, દાંતીવાડા, અમીરગઢ, ગાંધીનગર, ભિલોડા, બાપડ, ગરપાડો, દાહોદ, દેવગઢ બારિયા, ભાવનગર ગ્રામ્ય, મોરબી, હળવદ, પ્રાંતીજ, હિંમતનગર, વડોદરા, સાવલી, ભ‚ચ, નડિયાદ, માતર, ખેડા, વાંસદા, સુવીર, માંડવી, લુણાવાડા, બાલાસિનોર, અમરેલી અને ગોધરા તાલુકા પંચાયતની ૪૭ બેઠકો માટે મતદાન યોજાશે.

આગામી સોમવારે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ૧૮મી સુધીમાં ફોર્મ ભરી શકશે. ૨૦મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ફોર્મ ભરવાની અંતિમતીથી ૨૧મીએ બપોરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ૩ ઓક્ટોબરે સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે અને પાંચમી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.