Abtak Media Google News

દેશની સુરક્ષા માટે આર્મીના જવાનો ૨૪ કલાક કાર્યરત રહેતા હોય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના ચીફ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, મુંજાતા નહીં તો વિપતી આવશે અને યુદ્ધ થશે તો સંઘ ૩ જ દિવસમાં સેના કરી દેશે. મોહન ભાગવતે ગતકાલે મુઝાફરપુરની મુલાકાત દરમ્યાન જિલ્લા સ્કૂલ ગ્રાઉન્ડમાં સભા સંબોધતા આમ જણાવ્યું હતું. આર્મીને જે કામ કરતા ૬ થી ૭ મહિના લાગે છે તે સંઘ માત્ર ૩ જ દિવસમાં કરી બતાડવાની ક્ષમતા ધરાવે છે.

કારણકે અમને સંઘ કે સંગઠનની નહીં પણ દેશની ચિંતા છે. મુઝફરપુરમાં આરએસએસના સંમેલન દરમ્યાન ભાગવતે આ નિવેદન આપ્યું હતું. મુઝફરપુરમાં ભારત-ચીન યુદ્ધનો હવાલો આપતા ભાગવતે એમ પણ કહ્યું હતું કે, સિક્કિમના તેજાપુરમાં યુદ્ધ દરમ્યાન પોલીસે જવાનોને પલાયન કર્યું હતું. ત્યારે સૈન્યનું આગમન થાય ત્યાં સુઘી સંઘના સભ્યોએ મોરચો સંભાળ્યો હતો તો ભાગવતના નિવેદન બાદ તીવ્ર પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી. આરજેડીએ ભારતીય સૈન્યના અપમાન સમાન ગણાવ્યું હતું. આરજેડીના પ્રવકતા મૃત્યુંજય તિવારીએ ભાગવતની ટીકા કરતા જણાવ્યું હતું કે, સંઘ દેશના વધુ ભાગલા કરવા માંગે છે પણ ભાગવતનું કહેવું છે કે, સંઘ મિલિટ્રી નથી અને પેરા મિલિટ્રી પણ નથી પરંતુ પારિવારીક સંગઠન છે. જયાં આર્મી જેવા જ અનુશાસનનું પાલન કરવામાં આવે છે. જે દેશની સુરક્ષા માટે હંમેશા તત્પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.