Abtak Media Google News

પક્ષીઓના મીઠા કલરવથી વાતાવરણ અતી રમણીય

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા રણ વિસ્તારમાં આ વર્ષે સતત ચોમાસુ શરૂ રહેતા ચારેકોર રણમાં પાણીથી છવાયેલું રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનું આ રણ વિસ્તારમાં ઠંડીના ચમકારા સાથે આ રણમાં અનેક પ્રકારના વિદેશી પક્ષીઓનું મોટી માત્રામાં આગમન થયું છે ત્યારે આવેલા આ વિદેશી પક્ષીઓને રણવિસ્તારમાં શિયાળાના પૂરા ચાર માસ સુધી ચારો પાણી મળી રહે તેવું હાલમાં કુદરતી વાતાવરણ જોતા લાગી રહ્યું છે ત્યારે આ વિદેશી પક્ષીઓને મોસમનો અહેસાસ પહેલાથી જ આવી જતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આ રણ વિસ્તારમાં વિદેશી પક્ષીઓ ના મોટી માત્રામાં ઉતરી પડ્યા છે.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

આજુબાજુના ગામમાં વહેલી સવારથી વિદેશી પક્ષીઓનો કલરવ કરતા આખા વિસ્તારનું વાતાવરણ રમણીય બન્યું છે ત્યારે હાલમાં જાણવા મળતા રણમાં ઠંડીનો ચમકારો શરૂ થતાની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન થયું છે રણમાં દર વર્ષે હજારોની માત્રામાં સાઈબેરિયા કે સફેદ અને ગુલાબી રંગના લેસર ગ્રેટર સહિતના વિદેશી પક્ષીઓ આ રણ વિસ્તારમાં શિયાળો ગાળવા માટે આવે છે રણમાં પ્રેમી ફ્લેમિંગો અને પેન્ટા તજ્ઞિંભસ સહિતના પક્ષીઓના મોટી માત્રામાં જુમના જૂન ઉતરી પડે છે હાલમાં હા રણમાં આવેલા કુંડી તળાવમાં ૨૫ હજારથી વધુ વિદેશી પક્ષીઓનું મેળાવડો જામ્યો છે ત્યારે ઊંડી તળાવના કાંઠે આવેલા વૃક્ષો પણ વિદેશી પક્ષીઓ થી ભરાઈ ગયા છે ત્યારે પૂરા ચાર માસ સુધી આ પક્ષીઓ રણના મહેમાનો બની અને કદાચ વિદેશીઓ માટેનું આકર્ષણ કેન્દ્ર બને તો નવાઈ નહીં હાલ તો આખો વિસ્તાર આ રણ વિસ્તાર પાણી અને વિદેશી પક્ષીઓથી છવાઈ ગયો છે રણનો નજાર કાંઈક ખોરજ બતાવી રહ્યું છે ત્યારે હાલમાં વિદેશી પક્ષીઓ રણનો નજારો બની ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.