Abtak Media Google News

૧૨ દિવસના રોકાણ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે તા.૨૯-૧૦-૨૦૧૯ના રોજ સાંજે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે સાંજે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તારીખ ૧૦ નવેમ્બર રવિવાર સુધી કુલ ૧૨ દિવસ રાજકોટમાં રોકાણ કરશે જે દરમ્યાન વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સ્વાગત માટે મંદિર પરિસરમાં અદ્દભુત કાઠીયાવાડી વસ્ત્રોમાં શોભતા યુવકોએ પરંપરાગત રીતે સ્વામીનું સ્વાગત કર્યું હતું.. સાથે સાથે આસોપાલવના તોરણો, ફુલોની સુંદર રંગોળી, દીપમાળા, કળશ, ધજાઓથી સમગ્ર પરિસરને સુશોભિત કરવામાં આવ્યું હતું. ભગવાન સમક્ષ વિશિષ્ટ અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

વિશેષ તો નુતન વર્ષના બીજા જ દિવસે એટલે કે ભાઈબીજના પરમ પવિત્ર દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજકોટ પધાર્યા ત્યારે તેમના સ્વાગત-સામૈયા માટે હરિભક્તોમાં હરખ સમાતો ન હતો.

2019 10 29 0476

સ્વાગત સભામાં રાજકોટના મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને કલાત્મક હાર પહેરાવ્યો હતો. આજના આ સ્વાગત સમારોહમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ૫૦થી અધિક સંતો, કાર્યકરો અને ૧૦૦૦૦થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના તારીખ ૨૯ ઓક્ટોબરથી ૧૦ નવેમ્બર સુધીના રોકાણ દરમ્યાન પ્રતિદિન સવારે ૫:૩૦ થી ૮:૦૦ દરમ્યાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પૂજાદર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે તેમજ તા.૩૧-૧૦-૨૦૧૯ થી ૪-૧૧-૨૦૧૯ સાંજે૫:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી સાયંસભામાં વરિષ્ઠ અનેવિદ્વાન સંતો દ્વારા પારાયણનો લાભ પ્રાપ્ત થશે તેમજ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે. તથા ૮-૧૧-૨૦૧૯ના રોજ સવારે ૫:૩૦ થી ૮:૦૦ દરમ્યાન પ્રબોધિની એકાદશીના દિવસે શાક હાટડી ઉત્સવ ઉજવાશે અને બીજા દિવસે તા.૯-૧૧-૨૦૧૯ના રોજ સાંજે ૪:૩૦ થી ૮:૦૦ દરમ્યાન બી.એ.પી.એસ.સંસ્થાના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન આરાધનાનો લાભ મળશે.

2019 10 29 0888

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તારીખ ૨૯ ઓક્ટોબર મંગળવારથી ૧૦ નવેમ્બર રવિવાર સુધી રોકાણ કરશે.આ ૧૨ દિવસ દરમ્યાન યોજાનાર ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ લેવા માટે પરિવાર મિત્રમંડળ સહિત પધારવા કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સહિત સૌસંતોએ શહેરીજનોને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.