Abtak Media Google News

અહિ પોલીસ કર્મીઓએ અથાગ મહેનત અને માવજત કરી વિવિધ ફુલછોડનું વાવેતર કર્યું

આમ તો આ કોરોના કાળમાં જ્યારે લોકમાનસ  ઉચાટ અનુભવતું હોય તેવી વેળાએ સાવરકુંડલા પોલીસ તંત્ર દ્વારા અહીં આવેલા ટાઉન પોલીસ મથકે એવું આહ્લાદક વાતાવરણ નિર્માણ કર્યું છે કે આપણને પણ થાય કે લાવ ને એક આંટો આ પોલીસ મથકની મુલાકાત લઈ લઈએ..!!

સામાન્ય રીતે પોલીસ શબ્દ સાંભળતાં જ લોકોનાં દિમાગમાં એક લખલખું પસાર થઈ જતું હોય છે. પરંતુ અહીં તો પોલીસ તંત્ર લોકોની સુરક્ષા માટે અહર્નિશ ખડે પગે જોવા મળે છે.  આ પોલીસ મથકમાં અહીં બિનજરૂરી આવનજાવન પણ ટાળવામાં આવે છે.

Picsart 04 19 06.55.07

થોડી ઘણી નવરાશની પળોમાં આ પોલીસ સ્ટેશનમાં કર્મચારી ગણ પણ જાણે પોતાનુ આંગણું જ હોય તેમ સમજીને  સમગ્ર કેમ્પસમાં અથાગ મહેનત અને માવજત કરીને વિવિધ પ્રકારના ફૂલછોડ વાવી ઉછેર કરતાં જોવા મળે છે અને પરિણામ સ્વરૂપ અહીં રળિયામણાં બગીચા જેવું વાતાવરણ સર્જાયેલુ જોવા મળે છે..           આમ ગણો તો જાણે કુદરતી કોફી શોપ જેવું વાતાવરણ..!! એવું આહ્લાદક વાતાવરણ પોલીસ તંત્રનો સઘળો માનસિક થાક ઉતારવા માટે સજ્જ જ  ન હોય તેવું વાતાવરણ જોવા મળે છે.!!

રાત હોય કે દિવસભરનો  થાક અહીં આ વેલો અને ફૂલોનાં સંગે પળવારમાં આવો  થાક ઉતરે  અને મન પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં આરોપીઓ માટે પણ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તેની સતત તકેદારી રાખવામાં આવે છે.

જ્યારે પણ કોઈ મુલાકાતી આ પોલીસ સ્ટેશનની મુલાકાત લે છે  ત્યારે અહીંના કેમ્પસનું વાતાવરણ જોતાં જ હળવો ફુલ થઈ જાય છે.

Picsart 04 19 06.54.42

હાલ અહીં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કે.સી. રાઠવા સાહેબ તેમજ રાઇટર જયદીપ સિંહ ગોહિલ સાહેબે જણાવ્યું હતું કે પોલીસ પ્રજાની સેવા માટે જ છે.. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને લોકો કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલવ કરે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.

આમ સાવરકુંડલા શહેરમાં પોલીસ તંત્ર આ કોરોના કાળમાં તેમની કામગીરી અસરકારક રીતે બજાવતાં જોવા મળે છે..

પોલીસ એ પ્રજાની મિત્ર છે એવું આ પોલીસ મથકની મુલાકાત લેતી વેળા આવી માનસિક અનુભૂતિ થતી અવશ્ય જોવા મળે છે. આમ આ પોલીસ મથકની મુલાકાત લેતાં પોઝીટીવ શક્તિઓનો પણ સંચાર થતો હોય તેવી ફીલિંગ પણ અવશ્ય થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.