Abtak Media Google News

તું પાટીદારોનો કોણ છો ?… કહી છરી વડે હુમલો કરાયો: અલ્પેશ

પાસના અગ્રણી અલ્પેશ કથીરિયા સોમવારે સાંજે મોટા વરાછા વિસ્તારમાં કેટલાક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. પાસ દ્વારા આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે આ હુમલો ભાજપના કાર્યકરો દ્વારા જ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ અલ્પેશ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અલ્પેશને આંખ પાસે સામાન્ય ઈજા પહોંચી છે.

પાટીદાર વિસ્તારની આ ઘટના બાદ અલ્પેશ સહિતના પાસના કાર્યકરો ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાવોદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ ઘટનાને હાર્દિક પટેલે શર્મજનક જણાવી હતી. પાસના આરોપ મુજબ ભાજપના અભી, જીરા, દતો કચ્છી અને હર્ષિલ પટેલે અલ્પેશ પર હુમલો કર્યો હતો.

તેણે અલ્પેશને કહ્યું તું પાટીદારોનો ડોન છો ? અને એમ કહી તેના પર હુમલો કરવામાં આવ્યો જોકે અલ્પેશ તેના ઘરથી નજીક હતો છતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સુત્રોના આધારે કથીરિયાએ જણાવ્યું હતું કે, તેના નાના ભાઈ સાથે કોઈની અણગમને કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ હાર્દિકે ટવીટ કરી આ બનાવને વખોડયો હતો તો બીજી તરફ પાસથી અલગ થયેલા પૂર્વ ક્ધવીનર દિનેશ બાંભણીયાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.