Abtak Media Google News

એકવીસમી સદી ઉર્જા ની સદી બની રહેશે ઉદ્યોગિક વિકાસ અને ભૌતિક જરૂરિયાતો અને સાથે સાથે સંચાલન બળ તરીકે ઇંધણના બદલતા જતાં પરિમાણો વચ્ચે ઉર્જાનું મહત્વ હવે દિવસે દિવસે વધતું જાય છે એક જમાનો હતો કે જંગલના લાકડા કાપીને પેટ આપવામાં આવતી અગ્નિથી શરૂ થયેલી ઊર્જાની આ સફર કોલસાથી પેટ્રોલિયમ થર્મલ પાવર અને હવે વીજળી શક્તિ સુધી પહોંચેલી ઊર્જાની આ સફર માં દિવસે દિવસે આવતાં પરિવર્તનો અને ઊર્જાના ઉપયોગ થી જ વિકાસ વધુ ને વધુ આગળ વધતો જાય છે.

એક જમાનો હતો કે વીજળીના કનેક્શન ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં પહોંચી શકતા હતા આઝાદીના દાયકાઓ સુધી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઈલેક્ટ્રીક લાઈન પહોંચી નહોતી હવે સમય બદલાઈ ગયો છે ખેતી માટે પણ વીજળી આવશ્યક બની છે તેવા સંજોગોમાં ખેડૂતોને પણ સંપૂર્ણપણે પૂરતી અને સમયસર વીજળી આપવાનું પરિવર્તન થઈ રહ્યું છે.

ગુજરાતમાં ખેતી પ્રવૃત્તિ માટે આગામી બે જ વર્ષમાં એક પણ ખેતરે દિવસનો વીજળી કાપ નહીં રહે દિવસે વીજળી ન મળવાથી ખેડૂતોને રાત્રે શિયાળો ઉનાળો કે ચોમાસુ જોયા વગર જંગલી જનાવરો ની રજા નિ દહેશત વચ્ચે ખેતરમાં પાણી વાળવા માટે જવું પડતું હતું હવે ગુજરાતમાં એપલ ખેતર દિવસની વીજળી વગરનું નહીં રહે સરકારે પ્રથમ તબક્કામાં 3500કરોડના ખર્ચે ચાર હજાર ગામોને દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવા સફળ આયોજન કર્યા બાદ હવે એક પણ ગામ દિવસની વીજળી વગરનું ન રહે તે માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે500/500 મેગાવોટના 12 પ્રોજેક્ટ હાથ ઉપર લીધા છે થર્મલ પાવર, સૂર્ય ઉર્જા, પવન ઊર્જા અને જળાશયો પર ટર્બાઇન મૂકીને જે વીજળીનું ઉત્પાદન થાય છે.

તેમાં વધારો કરીને જરૂરિયાત મુજબની વીજળી ઉત્પન્નકરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, સતતપણે થઈ રહેલા ઉદ્યોગિક વિકાસ અને કૃષિક્ષેત્રના વિકાસ માટે હવે વધુમાં વધુ વિધુત ઉર્જા ની જરૂરિયાત ઊભી થઈ રહી છે માંગ મુજબનો પુરવઠો મળી રહે તો ખેંચ ન આવે અને વીજળી ઊર્જા ની ઉપલબ્ધિ જેમ વધુ અને કિફાયતી હોઈ તેમ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત થાય, એક જમાનો હતો કે દરેક ક્ષેત્રમાં ઊર્જાની ઘટ આવતી હતી હવે એ દિવસો ભૂતકાળ થઇ ગયા છે ત્યારે ઉર્જા ની ઉપલબ્ધિ અને તેના વપરાશની વ્યાપકતા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે ઉર્જા નું માધ્યમ વિકાસ મિત્રો હર બની રહ્યું છે તેવા સંજોગોમાં ગુજરાતમાં ઉદ્યોગિક જરૂરિયાતો ઉપરાંત ખેતરમાં પણ દિવસે વીજળીની અછત ન રહે તે માટેના સરકારના પ્રયાસો આત્મનિર્ભર ભારત અને સમૃદ્ધિ નો પર્યાય બની રહેશે જેની પાસે ઊર્જાના ભંડાર હશે તેની પાસે જ સમૃદ્ધિ આવશે એકવીસમી સદી ઉર્જા ની સદી છે ત્યારે ગુજરાતના ઉદ્યોગિક છેતરે તો ઠીક ખેડૂતોના ખેતરમાં પણ વીજળીની ખેંચ ન રહે અને દિવસે પણ વીજળી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા વિકાસની રફતારની વધુ તેજ બનાવશે તેમાં બેમત નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.