ગુજરાતમાં બીજી ઓકટોબરથી આ વસ્તુના યુઝ પરના પ્રતિબંધની કડક અમલવારી થશે

વિકાસ માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં નાણાં આપશે : ગુજરાતનાં શહેરો સમગ્ર વિશ્ર્વ સો સ્પર્ધા કરવા સક્ષમ: વિજય રૂપાણી

રાજકોટમાં ૫૯૨ કરોડના વિકાસકામોના શ્રીગણેશ કરતા મુખ્યમંત્રી

રાજયના હિતને સદાય હૈયે રાખતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. ૫૯૧.૭૩  કરોડના વિકાસ કામોના ગણેશ કરાવ્યા હતા.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજયના વિકાસ માટે રાજય સરકાર પુરતા પ્રમાણમાં નાણાની ફાળવણી કરશે. નાણાના અભાવે રાજયનું એક પણ વિકાસકામ અટકશેનહીં.

રાજયભરના શહેરોની થઇ રહેલી પ્રગતિ બાબતે સંતોષ વ્યકત કરતાં મુખ્યમંત્રીએ કહયું હતું કે ગુજરાતના શહેરો સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે. જે માટે તમામ વિકાસકામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ સંબંધિતોને તાકીદ કરી હતી

મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ યોજનાની સફળતાનો  સગૌરવ ઉલ્લ્લેખ કરી મેઘમહેરરૂપી પ્રસાદી બદલ પરમ કૃપાળુ પરમાત્માનો પાડ માન્યો હતો. અને ઉમેર્યું હતું કે ભરઉનાળામાં રાજયના નાગરિકોએ પાડેલો પરસેવો આજે પારસમણિ બનીને ઉંડા થયેલા જળાશયોમાં ઉગી નીકળ્યો છે, ત્યારે રાજયની જનતાએ પાણીનાં ટીપે-ટીપાંનો સદુપયોગ કરવો જોઇએ.

મુખ્યમંત્રી રૂપાણીએ લાગણીસભર અવાજે ઉલ્લેખ કર્યો હતો કે, સરદાર સરોવરના બંધ થયેલા દરવાજાઓએ રાજ્યના વિકાસના દ્વારા ખોલી આપ્યા છે. આ નર્મદાનીરી સૌરાષ્ટ્રના ૫૬ ડેમો અને ૬૦ ચેકડેમો ભરીને રાજ્ય સરકાર પાણીના દુકાળને ભુતકાળ બનાવ્યો છે. ૧૦ ડીસેલીનેશન પ્લાન્ટ નાખીને દરિયાના ખારા પાણીને મીઠું બનાવ્યું છે. તા વેસ્ટેજ વોટરને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ઉદ્યોગો માટે આપવાની કાર્યપધ્ધતિ અમલમાં મુકી છે. ત્યારે ગુજરાતનો પ્રત્યેક નાગરિક ગુજરાતને પાણીદાર બનવા સંકલ્પ કરે, એવું મુખ્યમંત્રીએ ઉપસ્તિોને આહવાન કર્યુ હતું.

બીજી ઓકટોબરી સમગ્ર રાજ્યમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ કડકાઇી અમલમાં આવશે, એવી મુખ્યમંત્રીએ આ પ્રસંગે જાહેરાત કરી હતી. અને ઉમેર્યું હતું કે ભવિષ્યની પેઢી માટે આ એક પગલું સમયોચિત સાબિત થશે.

રાજકોટ શહેરમાં સાકાર નારા નવા ઇન્ટરનેશન એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ, નવી જી.આઇ.ડી.સી. આધુનિક  બસપોર્ટ, નવો રીંગ રોડ, સુવિકસિત કોર્ટ બિલ્ડીંગ વગેરેના ઉલ્લેખકરી મુખ્યમંત્રીએ પોતાની સંવેદનશીલતાનો ઉપસ્તિોને સુપેરે પરિચય કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આજે આરંભ કરાવેલા વિકાસકામોની જાણકારી આપતી ડોકયુમેન્ટ્રી આ પ્રસંગે પ્રસારિત કરાઇ હતી. આયોજક સંસઓ તા શહેરશ્રેષ્ઠીઓએ મુખ્યમંત્રીનું પુસ્તક, પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહન એનાયત કરી બહુમાન કર્યુ હતું. ઉપસ્તિ સૌએ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુકત બનાવવાના સંકલ્પ ગ્રહણ કર્યા હતા.

કાર્યક્રમ સ્ળે આવતાં પહેલા મુખ્યમંત્રીએ સપત્ની અટલ સરોવર ખાતે નવા વરસાદી નીરનાં વધામણાં કર્યા હતા. રીંગ રોડ-૨ પર સુજલામ સુફલામ યોજના અન્વયે ઉંડા કરાયેલા અટલ સરોવરમાં તાજેતરના ભારે વરસાદી નવું વરસાદી પાણી ભરાયું છે, જેનાથી આજુ-બાજુની જમીન વનપલ્લવિત થશે.

દિપપ્રાગટ્યી મુખ્યમંત્રીના હસ્તે કાર્યક્રમનો શુભારંભ યો હતો સ્વાગત પ્રવચનમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે આજના કાર્યક્રમમાં શુભારંભ કરાયેલા વિવિધ વિકાસકામોની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. મ્યુનિ.કમિ. ઉદિત અગ્રવાલે મુખ્યમંત્રીને આવકારીને આજના કાર્યક્રમના આયોજન અંગેની પૂર્વભૂમિકા આપી હતી.

મેયર મતિ બીનાબેન આચાર્યએ શહેરના વિકાસકામો માટેની રાજકોટ મહાનગરપાલિકાની પ્રતિબધ્ધતા તેમના પ્રાસંગિક પ્રવચનમાં વણી લીધી હતી. રાજકોટ જિલ્લા કેટરીંગ એસોસિએશને સીંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ નહીં કરવા અંગેનો સંકલ્પ પત્ર મુખ્યમંત્રીક્ષી રૂપાણીને પેશ કર્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર તા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વોર્ડ નં-૧૦ના કોમ્યુનિટીહોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કુલ રૂા.૫૯૧.૭૩ કરોડના વિકાસ કામોના ડિજિટલ તકતી અનાવરણ કરી ગણેશ કરાવ્યા હતા. જેમાં રાજકોટ પશ્ચિમની મામલતદાર કચેરી, પ્રામિક શાળાનું બિલ્ડીંગ પાઇપ લાઇન નેટવર્ક, ઘન કચરા વ્યવસપનના સાધનો ટી.પી.રોડ, હાઇલેવલ બ્રીજ વગેરેનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા તથા અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ  ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ  કમલેશ મિરાણી,અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી અંજલિબેન રૂપાણી, ડે મેયર અશ્વિન મોલિયા,કલેક્ટર રમ્યા મોહન, પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, પૂર્વ કમિ. બંછાનિધિ પાની, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, ડે કમિ. ચેતન નંદાણી તા ચેતન ગણાત્રા, તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્તિ રહ્યા હતા.