Abtak Media Google News

સોપોર એન્કાઉન્ટરમાં ટોપ કમાન્ડર સહિત બેને મોતને ઘાટ ઉતારી દેવાયા

સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે આ અથડામણ કાલે રાતે બારામુલ્લા જિલ્લાના સોપોરના વારપોરા ગામમાં શરૂ થઈ હતી. સુરક્ષાદળે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આખી રાત ચાલેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.

સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે આ અથડામણ કાલે રાતે બારામુલ્લા જિલ્લાના સોપોરના વારપોરા ગામમાં શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલા એક આતંકી ફયાઝ વાર લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડપ છે. જેણે સુરક્ષાદળો અને નાગરિકો પર ઘણા હુમલાનો જવાબદાર હતો.

બે આતંકવાદીઓ સોપોર અથડામણ વખતે ઠાર મરાયા

સુરક્ષાદળોના એક આતંકવાદીને રાતમાં ઠાર મારવામાં આવ્યો અને બીજાને શુક્રવારે સવારે ઠાર મારવામાં આવ્યો. ત્યાર બાદ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાશ્મીર આઈજીપીએ કહ્યું- પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરના બે આતંકવાદીઓ સોપોર અથડામણ વખતે ઠાર મરાયા છે. તેમાંથી એક ફયાઝ વાર નામનો આતંકી નાગરીકો અને સુરક્ષાદળો પર ઘણા હુમલા અને હત્યાઓમાં શામેલ હતા.

આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં કાલે ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓને ધ્યાનમાં રાખીને સુચના મળ્યા બાદ સુરક્ષાદળોએ સોપોરના વારપોર વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આતંકીઓ દ્વારા સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવ્યા બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી, જેનાથી સર્ચ ઓપરેશન એક અથડામણમાં ફેરવાઈ ગયું. ઘેરાબંધી વાળા વિસ્તારમાં બે આતંકવાદીઓ ફસાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.