Abtak Media Google News

હેમંતના પરોઢનું ફૂલગુલાબી વાતાવરણ એટલે વર્ષનો શકિત-સ્ફૂર્તિનો સંચાર, અડદીયા, ચિકી, ખજુર, તલપાક જેવા વિવિધ પૌષ્ટિક ખોરાકથી આપણી પ્રતિકારશકિત વધારવાની ઋતું છે

આપણાં રૂટીન જીવનમાં ઋતુંઓનું બહુ મોટું યોગદાન છે. વર્ષની ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ ચાર માસની ત્રણ ઋતુનો સરવાળો એટલે આપણું વરસ…. ૩૬૫ દિવસ થાય છે. આપણે ઋતું અનુસાર કપડા ખોરાક લઇએ છીએ, આપણાં આરોગ્યની દ્રષ્ટિએ બધા જ દિવસો મહત્વના છે. પરંતુ શિયાળાના ચાર મહિના વિશેષ છે. દિવસ ટુંકોને રાત લાંબી હોય છે. આડે દિવસે ધમધમતું શહેર કે ગામ શિયાળાની રાતે સુમસામ થઇ જાય છે. કોઇપણ ઋતુની સવાર શ્રેષ્ઠ જ હોય છે પણ શિયાળાની સવાર વાત નિહાળી છે. તેની નયનરમ્યતા, આહલાદકતા સાથે હેમંતના પરોઢની ફુલ ગુલાબી ઠંડીનું વાતાવરણ વરસ ચાલે તેટલો સ્ફુૂર્તિ, શકિત સંચાર કરી દે છે. શિયાળાના વાતાવરણ વરસ ચાલે તેટલો સ્ફૂતિ શકિત સંચાર કરી દે છે. શિયાળાના રાત્રીના છેલ્લા પ્રહરની ઠંડીમાં તો આખુ વાતાવરણ શીતઘરમાં ફેરવાઇ જાય છે.

સવારના સોનેરી કિરણો સીધા લાગે છે વાતાવરણમાં ધીમે ધીમે ઉષ્મા પ્રસરી જાય છે. વૃક્ષ, પશુ-પક્ષીઓમાં નવચેતનાનો સંચર થાય છે. પુષ્પો અને પર્ણો પડેલા ઝાકળના બિંદુઓ સૂર્ય પ્રકાશમાં ચમકતા મોતી જેવા દેખાય છે. શિયાળાની વ્હેલી સવારે પક્ષીઓ ગીતો ગાવા લાગે છે. આવી સુંદર સવારે બાળકો, યુવાનો, વૃઘ્ધો દોડવા, કસરત કરવા કે  વોકીંગમાં નીકળે પડે છે. સૂર્યવંશીઓ આવી સુંદર સવારની મઝા કયારેય લેતા નથી. શિયાળોએ તંદુરસ્તીની ઋતુ ગણાય છે. સવારનાં વોક બાદ સુપ, જયુસ, ગાંઠીયાની રમઝટ પણ બોલાવે છે.

શિયાળામાં સૌથી દરકાર ખોરાક બાબતે રાખો તો આખું વર્ષ નિરોગી રહી શકો છો. લીલા શાકભાજી સાથે વિવિધ વસાણા (પાક) વધુ લેવાથી વર્ષ ભેર નિરોગી રહી શકો છો. આમ જોઇએ તો આ ઋતુમાં આખા વર્ષની શારીરિક શકિતનો સંગ્રહ કરવા માટે આપણને કુદરતે ચાર મહિના આપ્યા છે. ખાવા-પીવા માટે અનેક વિકલ્પો સાથે તાજા લીલા શાકભાજી, અડદીયા, ખજુર વિગેરે લેવા હિતાવહ છે. શિયાળામાં આપણને ભૂખ વધારે લાગે છે. આખો દિવસ સતત ખાવાની ઇચ્છા થાય છે.

આ ઋતુમાં શરદી, ઉઘરસ થવાનો ભય વધુ રહે છે. આ માટે આપણી રોગ પ્રતિકારક શકિત વધારવા માટે આહારમાં એન્ટિ ઓકિસડન્ટ ઉમેરવા જરુરી છે. આ વધારવા આમળા, લીલી હળદર, ડુંગળી, લસણ, ખાટા ફળોની સાથે જામફળ, કીવી, સંતરા વિગેરે સોએ ભરપેટ ખાવા જોઇએ, ઠંડીથી બચવા તલ, મમરા, ગોળનાં લાડુ શ્રેષ્ઠ ઉપાય છે. ઘી, ગોળ, લોટના સંગમ વાળી વસ્તુઓ સાથે ચીકી ખાવાની મઝા આવે છે.

શિયાળાની સૌથી લાભકારક વસ્તુઓમાં સુકામેવાનું સેવન છે, તમે પલાળીને કે દૂધમાં મેળવીને પ્રોટીન યુકત સેક બનાવી શકો છો, આ દિવસો દરમ્યાન ઘંઉના બદલે બાજરીનો ઉપયોગ વધુ કરો એટલે રોટલા સાથે ટેસ્ટી શાકનું જમણ શ્રેષ્ઠ ગણાય છે. બાજરીમાં પ્રોટીન, મેગ્નેશ્યમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ફાયબર સાથે વીટામીન બી અને એન્ટીસડન્ટ છે. તેથી આપણાં શરીરને બહુ જ તાકાત મળે છે. આદુ તો બારે માસ  સારુ છે પણ શિયાળામાં તેનો ઉપયોગ વધુ ગુણકારી છે અને શરીરને ગરમી વધુ મળે છે.

શિયાળામાં નાની મોટી કસરત કરવાથી આપણું શરીર સ્ફૂર્તિવાન રહે છે. આપણાં શરીરને સ્વસ્થ, નિરોગી, ઉર્જાવાન રાખવા ‘મધ’ લેવું,

આપણાં શરીરને સ્વસ્થ, નિરોગી, ઉર્જાવાન રાખવા ‘મધ’  લેવું, શિયાળામાં મભ આપણી પાચન શકિત વધારે છે. મેટા બોલીસજી ઝડપી થવાને કારણે વધારાની ચરબી શરીરની ઓગાળે છે. ગરીબો બદામ ન ખાઇ શકે તો તેના જેવી જ ગુણકારી મગફળી છે. તેના દાણામાં પ્રોટીન, ખનીજ તત્વો ફાયબર, કેલ્શિયમ વિગેરે હોવાથી તે શકિત વર્ધક છે. લીલા શાકભાજી આપણી પ્રતિકારક શકિત વધારે છે. તેથી વધુ લેવા એમાં વિટામીન, મિનરલ્સ અને ફાયબર વધુ માત્રામાં હોવાથી પેટ સાફ કરે છે. કબજીયાત વાળા જો આ ઋતુમાં ખાનપાનમાં ઘ્યાન રાખે તો તેનો રોગ અંકુશ થઇ જાય છે.વજન ઉતારવા માંગતા લોકોએ શિયાળામાં સલાડ વધુ ફાયદાકારક છે. સલાડમાં કેલસી ઓછીને પાણી વધારે હોવાથી શરીર માટે લાભદાયક છે. સૌથી અગત્યની વાતમાં મેથી, પાલક, બીટ, ગાજર, મુળા, ટમેટા, કોબી વિગેરે ખાવા અને રસિલા ફળોમાં સંતરા, મોસંબી, ઓછા ખાવા  કારણ કે તે ઠંડા હોવાથી શરદી થઇ શકે છે. પરંતુ ફળોમાં કેળા, પપૈયા, સફરજન, જામફળ, સીતાફળ, આંબળા, બોર વધુ ઉપયોગમાં લેવા જરુરી છે. શિયાળામાં લોહી શુઘ્ધ કરવા માટે લીલી હળદર, અંબા મોર, આદુ, આંબળા વિગેરે ખાવા, ફળ આખા ખાવા.

આપણી તંદુરસ્તીનો મુખ્ય આધાર ખોરાક છે. તેથી શિયાળામાં તલ સાંકળી, ગુંદર પાક, મેથીપાક, અળદીયા જેવા વસાણા ખોરાકમાં લેવાથી બહુ મોટો લાભ આપણા શરીરને થાય છે. આ દિવસો દરમ્યાન લીલા વટાણાનું શાક કે કાચા ખાવાનું ગમે છે. આને કારણે આંખોનું તેજ વધે છે જે બહુ ઓછાને ખબર હશે. લીલા જીંજરાના દાણા પણ બહુ જ ગુણકારી છે. વટાણાના સેવન કેન્સર જેવી બિમારીનું જોખમ મળે છે. ઋતુંપ્રમાણેનો આહાર જો આપણે લઇ તો આપણા શરીરમાં ઘણા બધા રોગો સામે લડવાની શકિત મળી જાય છે.  દરરોજ લીલા વટાણાનું સેવન કરવાથી તમારું કોલેસ્ટ્રોલ સ્તર પણ કાબુમાં રહે છે.

શિયાળામાં સચેત રહીને તંદુરસ્ત જીવનને આવકારો

Er 4

શિયાળાની ઋતુ કુદરતનો આશિર્વાદ છે પણ જો આપણે કાળજી ન લઇએ તો નુકશાનકારક પણ છે. આ માટે ખાસ ખાન-પાન, આહાર-વિહાર સિવાય ઘણી બાબતોમાં ઘ્યાન રાખો તો તમે મસ્ત અને સ્વસ્થ રહી શકો છો. શિયાળાની ઋતુ ભલે સ્વાસ્થ્યપ્રદ મૌસમ ગણાય પણ શ્ર્વસન રોગ, હ્રદયરોગ, મગજના રોગો, ચામડીના રોગો, હાડકા, સાંધાના રોગો, વાયરસજન્ય રોગો સાથે નાના બાળકોમાં વિવિધ પ્રકારના ફલુનો રોગ થઇ શકે છે. શિયાળામાં હાડકાના દુ:ખાવાની ફરીયાદો બહુ જ જોવા મળે છે. શિયાળામાં ચામડી ફાટી જવાની સમસ્યા ઘણાને નડતી હોય છે. ઠંડી હવાને લીધે શુષ્ક ત્વચાની સમસ્યા દરેકને સતાવે છે. શિયાળામાં આંખને ઠંડો પવન ન લાગે તે માટે સનગ્લાસ પહેરવા, આઇડ્રોટસ નાખવા બહાર ઠંડીને ઘરમાં ગરમ હવાને કારણે ડ્રાઇ આઇ સિન્ડ્રોમ થવાનો ભય રહે છે. ઉનાળાની જેમ શિયાળામાં પણ વધારે પણી પીવાથી ફાયદો થાય છે. શિયાળામાં ગાજર, આમળા, સંતરા, બોર, લીલા વટાણા, લીલી તુવેર, લીલું લસણ, પાપડી, સરસવની ભાજી સાથે તમામ લીલા શાકભાજી વધુ આહારમાં લેવા હિતાવહ છે. આ ઉપરાંત શિયાળામાં થતી એલર્જીથી પણ બચવું જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.