નવા યુગનો આરંભ, હવે ટ્રેકટર ઘરરર નહીં સરરર ચાલશે

સોનાલિકાએ સૌપ્રથમ સંપૂર્ણ ઈલેકટ્રોનિક ચાર્જેબલ ટ્રેકટર ‘ટાઈગર’ લોન્ચ કર્યું

વિશ્ર્વની બદલતી જતી જરૂરીયાતોને પહોંચી વળવા માટે ઓટો મોબાઈલ કંપનીઓ સતત પરીવર્તનને પ્રાધાન્ય આપતી રહે છે. વિશ્ર્વમાં ધુમ મચાવતા ખેતી માટેના ટ્રેકટરોની ટેકનોલોજીમાં પણ હવે આમુલ પરિવર્તન આવી રહ્યું છે. સોનાલિકાએ ડિઝલના બદલે સંપૂર્ણપણે ઈલેકટ્રોનિક ચાર્જીગથી ચાલતું ભારતનું સૌપ્રથમ ઈલેકટ્રોનિક ટ્રેકટર ટાઈગરનું લોન્ચિંગ કર્યું છે. સોનાલિકાએ ભારતનું પ્રથમ એકસપોર્ટ બ્રાન્ડ સોનાલિકા ટાઈગર ઈલેકટ્રોનિક ટ્રેકટરનો આવિસ્કાર કરી યુરોપ, અમેરિકા અને આફ્રિકા સહિતના ૧૩૦ દેશોમાં તેની નિકાસ માટેનું રોડ મેપ તૈયાર કર્યું છે. ભારતનું પ્રથમ ખેતરમાં ચાલતું ઈલેકટ્રોનિક ટ્રેકટર ટાઈગરમાં ટ્રેકટરમાં હોય તેવી તમામ ટેકનોલોજીને આધુનિક વર્ઝનનો ઉમેરો કરી યુરોપ અને વિકસિત દેશોમાં ટ્રેકટરની બજાર સર કરવા માટે પગલા ભરવાનું શરૂ કરી દીધું છે.
યુરોપ સહિતના વિકસિત દેશોમાં ચાલતા સંપૂર્ણપણે પ્રદુષણરહિત ટેકનોલોજીના ટ્રેકટરોના નિર્માણમાં સોનાલિકાએ પર્દાપણ કરીને સંપૂર્ણપણે અવાજ અને ઘરઘરાટ વગરના ભારતીય ટ્રેકટર તરીકે સોનાલિકાનું આ પદાર્પણ કૃષિ ક્ષેત્રે આમુલ પરિવર્તનનું નિમીત બનશે. અત્યારે ખેતરમાં ચાલતા ટ્રેકટર ઘરઘરાટી સાથે પોતાની શકિતનો મહતમ ઉપયોગ ખેતર ખેડવામાં કરે છે. હવે સોનાલિકાનું આ ટાઈગર વર્ઝન ઈલેકટ્રોનિક વર્ઝનનું સરસરાટ ચાલતું ટ્રેકટર બની રહેશે.
ટાઈગર ઈલેકટ્રીક ટ્રેકટર ૧૦ કલાકમાં સંપૂર્ણપણે ચાર્જ થઈ જશે. જર્મન ટેકનોલોજીની મોટર ૧૦૦ ટકા કાર્યક્ષમ ધરાવતી અને ટ્રેકટરના શકિતશાળી પીકઅપ અને ભાર ઉંચકવા માટેની તાકાત આપશે. ટ્રેકટરની પ્રારંભિક કિંમત ૫.૯૯ લાખ રહેવા પામી છે. સોનાલિકા ગ્રુપનાં એકઝીકયુટીવ ડાયરેકટર મિસ્ટર રમણ મિતલે જણાવ્યું હતું કે, સોનાલિકા ટ્રેકટર હંમેશા ટેકનોલોજી અને સુવિધામાં સૌથી આગળ રહેતું આવ્યું છે. સમગ્ર વિશ્ર્વમાં સોનાલિકા બ્રાન્ડ જગ્યા ધરાવે છે અને યુરોપમાં અને અમેરિકામાં પણ બહોળો ગ્રાહકવર્ગ ધરાવે છે. ટાઈગર ઈલેકટ્રીક ટ્રેકટર હવે નવા યુગમાં સૌથી આગળ રહેવા મેદાનમાં આવ્યું છે. ટાઈગર ખેડુતોને ટેકનોલોજીનો ભરપુર લાભ આપશે.
વિશ્ર્વ અત્યારે ડિઝલ-પેટ્રોલના પ્રારંભિક ઉર્જા વ્યવસ્થા તરફથી ઈલેકટ્રોનિક વાહન તરફ જઈ રહ્યા છે ત્યારે ટ્રેકટર પણ ચાર્જેબલ હોવા જોઈએ. સોનાલિકાનું આ ટ્રેકટર કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જશે.