Abtak Media Google News

ભારત અને ભારતીયોને સોનાનું સદીઓથી ભારે વળગણ રહ્યું છે રંક થી રાજા સુધી તમામ નીમહેચ્છા હોય છે કે તેમની પાસે હેસિયત પ્રમાણે સોનુ હોય, સોના નું રોકાણ સુરક્ષાની સાથે સાથે અડધી રાતના હોંકારા, અને આર્થિક ખેંચમાં કોઈપણ સમયે કામ આવનાર વૈકલ્પિક મુદ્રાનુ રોકાણ સૌથી સુરક્ષિત અને બુદ્ધિગમ્ય ગણવામાં આવે છે,

હવે સોનાનુ રોકાણ નવા રૂપમાં કરી શકાશે શેરની જેમ સોનાની લે વેચ માટે મોકળું મેદાન મળી રહ્યું છે, અત્યાર સુધી સોનાના દાગીના, સિક્કા ના રૂપમાં સોનુ ખરીદીને ઘર અથવા તો લોકરમાં રાખવામાં આવે છે આ ઉપરાંત ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી શકાય છે, હવે આ પ્રથા વધુ હાઈટેક બનવા જઈ રહી છે,

ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ ને તાજેતરમાં  સેબી એ મંજૂરી આપતા હવે સોના નું ડિજિટલ રોકાણ શક્ય બનશે, ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ શરૂ થશે અને શેરની જેમ સોનાની ખરીદી અને વેચાણ શેર બજારના સ્ટોક એક્સચેન્જ ની જેમ જ થશે, આ માર્કેટમાં લોકો સોનાની ખરીદી અને વેચાણ માટે ઓર્ડર આપી શકશે,  ખરીદનારાઓને જોસોનુ ડીલેવરી ના રૂપમાં જોતું હશે તો પણ મળશે, અથવા તો ચોક્કસ યુનિટ માં રોકાણ કરીને જો ફિઝિકલી ડીલેવરી ન જોઈતી હોય તો ઇલેક્ટ્રોનિકગોલ્ડ રીસીપ્ટ ની સુવિધા માં નફા માં ભાવ આવે ત્યારે સોનાનો જથ્થો વેચવાની સવલત મળશે,

સોનું પણ મૂડી બજાર ની જેમ ડિજિટલ રીતે વેપારનું માધ્યમ બનશે, સોનાનું રોકાણ અત્યાર સુધી સલામત અને અવશ્યપણે વળતર આપનાર રોકાણ માનવામાં આવે છે હવે સોનાની ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રીસીપ અને ડિજિટલ વેપારથી સોનાની ખરીદી રોકાણ અને તેનો કારોબાર વધુ વિસ્તરશે અને નવી પ્રથાથીસોનાના રોકાણની અસલામતી ની તમામ

જોખમી પરિસ્થિતિ માંથી મુક્તિ મળશે , ગમે એટલું સોનું ખરીદવું, વેચવું, હશે તો ઓનલાઇન અને સંપૂર્ણપણે ડિજિટલ રીતે કારોબાર કરી શકાશે એક જમાનો હતો કે સોનું માત્ર સ્ત્રીધન ગણીને મહિલાઓના દાગીના માટે ઉપયોગમાં લેવાતી કિંમતી ધાતુ હતી, પછી ધીરે ધીરે સોનુ વિનિમયના રૂપમાં પ્રચલિત થયું અને પછી સલામત રોકાણ અને અડધી રાતના હોંકારા તરીકે સોના નું મહત્વ જંગમ  સંપત્તિ તરીકે વધ્યું, હવે સોના નું રોકાણ અને તેની પદ્ધતિ નો નવો યુગ આવી રહ્યો છે, શેરની જેમ સોનાની લે વેચ કરી શકાશે, ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રીસીપ માટેની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે ગોલ્ડ એક્સચેન્જ સોનાનું સૌથી સુરક્ષિત રોકાણ બનશે, અને રાષ્ટ્રની આર્થિક સંપત્તિથી લઈ વ્યક્તિગત સોના નો કારોબાર પણ વધશે આમ સોનુ ડિજિટલ યુગમાં રોકાણકારો માટે વધુ ચમકદાર બનશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.