મહાન સંગીતકારોના શ્રેષ્ઠ ફિલ્મી ગીતો આજે પણ ‘ફેવરીટ’

દર વર્ષે ઘણી ફિલ્મો બને તેમાં હજારો ગીતો આવે ને જાય, પણ અમુક ગીતનો તેના શબ્દો-સંગીતને કારણે સદાબહાર બની જાય

જૂના ફિલ્મો તેના ગીત-સંગીતને કારણે મહિનાઓ સુધી ટોકીઝમાં ચાલતા, ગ્રામોફોન રેકર્ડ, પછી કેસેટ-સીડીને આજે નાની પેન ડ્રાઇવમાં હજારો ગીતો સમાય જાય છે

 

મુંગી ફિલ્મો બાદ પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ-આરા’ આવીને ગીતોનો યુગ શરૂ થયો હતો. આઝાદી પછી હિન્દી ફિલ્મ જગતે લોકોના મનોરંજન સાથે ઘણી સમાજની વ્યથા રજૂ કરીને ધીમે-ધીમે સમાજને બદલવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યુ છે. 1950ના દાયકાથી 1960ના બે દાયકાની ફિલ્મો એ સદાબહાર ગીતો આપીને ગોલ્ડનએરાને આજે પણ પહેલી પસંદ તરીકેનો ક્રમ આપ્યો છે.

પ્રારંભે જ ગીતોની ભરમાર સાથે રાજકપૂરની ‘બરસાત’ ફિલ્મ આવી જેના ગીતો આજે પણ લોકો સાંભળે છે, ગાય છે. શૈલેન્દ્ર-હસરત જયપુરી જેવા ગીતકારો અને શંકર જયકિશનની સંગીત જોડીએ જમાવટ કરી હતી. આ ફિલ્મથી ટાઇટલ સોંગની શરૂઆત થઇ હતી. ‘અનારકલી’ ફિલ્મમાં 13 ગીતો હતા. એ જમાનાની ફિલ્મો સંગીતપ્રધાન હોવાથી ગીતોને બહુ મહત્વ અપાતું હતું. સંગીતકારો પણ પહેલા ફિલ્મમાં કેટલા ગીતો છે તે પૂછીને ફિલ્મો સાઇન કરતાં.

હેમંત કુમાર અને સી.રામચંદ્ર જેવા સંગીતકારો પોતે પણ શ્રેષ્ઠ ગીતો ગાઇને ફિલ્મો હિટ બનાવી હતી. ફિલ્મ જગતની પ્રથમ સંગીતકાર બેલડી ‘હુશ્નલાલ-ભગતરામ’ હતાં. બાદમાં શંકર-જયકિશન-લક્ષ્મીકાંત પ્યારેલાલ-કલ્યાણજી-આણંદજી  જેવી સંગીતકારની જોડી આવી હતી. આજે 71 વર્ષે પણ જૂના ગીતોનો જાદુ બરકરાર છે. મહાન સંગીતકાર શંકર-જયકિશન ઓલ ટાઇમ ફેવરીટ સંગીતકાર બોલીવૂડના હતાં. ઓ.પી.નૈયર શ્રેષ્ઠ ગીતો આપ્યા પણ લત્તાજી પાસે જીવનભર એકપણ ગીત ના ગવડાવ્યું.

જૂના ગીતોમાં મીઠાસ-વાદ્યોના સંગમ સાથે ગીતકારના ઉમદા શબ્દો દિલને સ્પર્શી જતા હતાં. બોલીવૂડ ટોપ-100 સોંગમાં  ‘બહારો ફૂલ બરસાવો’ સુરજ ફિલ્મનું ગીત આજે પણ પ્રથમક્રમે આવે છે. પ્રથમ પાંચ ગીતોમાં આવારાનું ટાઇટલ સોંગ , ‘દિલ અપના ઔર પ્રિત પરાઇ’ ફિલ્મનું અજીબદાસ્તા હૈયે, કભી-કભીનું ટાઇટલ ગીત અને દિલવાલે દુલ્હનીયા લે જાયે ફિલ્મનું તુજે દેખા તો યે

જાના સનમ ટોપ-ફાઇવ સોંગમાં આવે છે.

બરસાત ફિલ્મથી ગીતોના યાત્રા શરૂ થઇને પછી  આવેલા સદાબહાર ગીતો લોકહૃદયમાં અમર થઇ ગયા હતાં. ગીતોની સફળતા પાછળ શબ્દો-ગાયક અને સંગીતકારોની મહેનત હોય છે. સંગીત ફિલ્મની આત્મા છે. આજે દુનિયાભરમાં ક્લબ, પાર્ટી, લગ્ન, સગાઇ, બર્થ-ડે પાર્ટી વિગેરેમાં આપણા હિન્દી

ગીતો જ વાગતા સંભળાય છે.

ટોચના 100 ગીતોમાં ચૌદવીકા ચાંદ, ગાઇડ, ચોરી ચોરી, શ્રી420, અનારકલી-ખાનદાન, નીલકમલ, પ્યાસા, મેલા, કાલા બાઝાર, મધુમતી, બૈજુ બાવરા, અસલી-નકલી, સી.આઇ.ડી., જાલ, અનમોલ ઘડી, છલીયા, અંદાજ, રતન, કારવા જેવી અનેક શ્રેષ્ઠ ફિલ્મોના ગીતોનો સમાવેશ થાય છે. “બાર-બાર દિન યે આયે’ જન્મ દિવસ અવસરે આજે પાંચ દાયકા બાદ પણ એ જ ગીત ગવાય છે.

‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ વાત આજે બધા જ સ્વીકારે છે કારણકે અત્યારના ઘોંઘાટીયા સંગીતને જોડકલા જેવા ગીતોના શબ્દોને કારણે ગીતો લાંબા ચાલતા જ નથી. પહેલાના ગીતકારો, સંગીતકારોની દિવસ-રાતની મહેનતથી આ મહાન ગીતોની રચના થઇ હતી જે આજે પણ ઓલટાઇમ ફેવરીટ છે.

બોલીવુડની જૂની ફિલ્મો તેની વાર્તા, ગીતો, સંગીતને કારણે શ્રેષ્ઠ હોવાથી આજે પણ આપણને અદ્ભૂત અહેસાસ સાથે મનને શાંતિ આપે છે તેવી ફિલ્મોમાં મધર ઇન્ડિયા, બરસાત, મુગલ એ આઝમ, તાજમહલ, ફીર વહી દિલ લાયા હું, બંદિની, મધુવતી, નવરંગ, જનક-જનક પાયલ બાજે જેવી ઘણી ફિલ્મો મોખરે છે. એ જમાનામાં ખાલી સંગીત પ્રધાન ફિલ્મો પણ આવતી જેમાં નૃત્યગીતો, કવ્વાલીઓ ખૂબ જ રંગત જમાવતી હતી. જૂના ગીતો આજે પણ યુવાવર્ગ સાંભળે છે અને રીંગટોન પણ રાખે છે.

કલાકારને અનુરૂપ અવાજના જાદુગર ગાયક-કલાકારો પણ બેનમુન હતા જેમાં મુકેશ, રફી, કિશોર, લત્તા, આશા મન્નાડે જેવા પ્રથમ હરોળમાં હતાં. રાજકપૂર હોય તો મુકેશને રાજેક ખન્ના હોય તો કિશોર કુમાર જ ગીતો ગાતાને એ ગીતો સાંભળતા જ આપણને કલાકારોનો ચહેરો યાદ આવી જતો હતો. એ જમાનામાં હાસ્ય કલાકાર માટે પણ ગીતો લખાતા હતા. જોની વોકર માટે ઓ.પી. નૈયરે શ્રેષ્ઠગીતો બનાવ્યા તો મહેમુદ જેવા અન્ય કોમેડીયને પણ શ્રેષ્ઠગીતોનું ચિત્રાંકન કર્યું હતું. 1950, 1960, 1970 આ ત્રણ દશકાના 30 વર્ષોમાં બોલીવુડની ફિલ્મોએ ગીતો, સંગીત, શબ્દો આપ્યા છે તે હવે ક્યારેય બની જ ન શકે ને એક વાત નક્કી કે 1975 બાદ નવા યુગની નવી લહેરે ફિલ્મી ગીતોની મઝાને મીઠાશ બંને બગાડી હતી.

બોલીવુડના મહાન સંગીતકાર સી. રામચંદ્ર ક્ષ નૌશાદ ક્ષ એસ.ડી. બર્મન ક્ષ સલિલ ચૌધરી ક્ષ મદન મોહન ક્ષ ચિત્રગુપ્ત ક્ષ વસંત દેશાઇ ક્ષ શંકર જયકિશન ક્ષ રોશન ક્ષ ઓ.પી. નૈયર ક્ષ હેમંત કુમાર ક્ષ જયદેવ ક્ષ ખૈયામ ક્ષ લક્ષ્મીકાંત પ્યારેલાલ ક્ષ કલ્યાણજી આણંદજી ક્ષ રવિ ક્ષ આર.ડી. બર્મન

બાબુલ કી દુવાયે લેતી જા અને બાબુલ પ્યારે જેવા ગીતો આજે પણ લગ્નપ્રસંગે સંભળાય

લગ્ન પ્રસંગે ‘આજ મેરે યાર કી શાદી હૈ’ જેવા ગીતો સાથે ક્ધયા વિદાય વખતે ‘બાબુલ કી દુવાયે લેતી જા’ અને બાબુલ પ્યારે જેવા કરૂણ ગીતો અચુક સાંભળવા મળે છે. બોલીવુડના ટોપ-100 ગીતોમાં નવા ફિલ્મો કરતા જૂના ફિલ્મી ગીતો વધુ જોવા મળે છે. જેમાં ગાઇડ, ચોરી-ચોરી, શ્રી420, પ્યાસા, નીલકમલ, ખાનદાન, મધુમતી, આરાધના, બૈજુબાવરા, દોસ્તી, સી.આઇ.ડી., સંગમ, છલીયા, અંદાજ, રતન, અનમોલઘડી, અનારકલી, બરસાત, નવરંગ, મેરા નામ જોકર, મુગર-એ-આઝમ, ભાભી, આમ્રપાલી, અસલી-નકલીને જાલ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

બોલીવુડના ટોપ ફાઇવ સોંગ

હિન્દી ફિલ્મ જગતના પ્રથમ પાંચ ગીતોમાં ફિલ્મ આવારા, દિલ અપના ઔર પ્રિત પરાઇ, કભી-કભી, દિલવાલે દુલ્હનીયા લે જાયેગેં આવે છે. બહારો ફૂલ બરસાવો ફિલ્મ સુરજનું ગીત પ્રથમક્રમે આવે છે.