કોરોનાકાળમાં ગુજરાત પોલીસની શ્રેષ્ઠ કામગીરી, હાઈકોર્ટે લીધી નોંધ

11-માસ સુધી પરિવારની પરવાહ કર્યા વગર અને જાનના જોખમે પોલીસ કર્મચારીએ બજાવી ફરજ

કોરોનાની મહામારીનો સામનો કરતા કરતા હાલ એક વર્ષ પુર્ષ થવાપર છે સરકાર દ્વારા  કોરોના વાયરસની મહામારી કાબુમા લેવા માટે ગાઇડલાઇન બહાર પાડવામા આવેલ છે લોકડાઉન જેમ અનલોકમા પર કોરોના વાયરસની મહામારીમા શહેર પોલીસ દ્વારા ફરજ બજવામા આવી છે સજ્જડ પોલીસ બંદોબસ્ત, ટેક્નોલોજીનો ઉપયોગ અને માનવીય અભિગમ રાખી કામગીરી કરવામા આવેલ છે.

દુનીયામા જ્યારથી કોરોના વાયરસની મહામારી ફેલાવાનુ ચાલુ થયેલ તેના ફેલાવાથી હજારો લોકો મૃત્યુ થવાના ચાલુ થતા પ્રધાનમંત્રી, આરોગ્યમંત્રી તેમજ અન્ય મંત્રાલય દ્વારા તેમજ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયસરના આદેશો અને સુચનો મુજબ રાજકોટ શહેરના પોલીસ કનમશ્નર મનોજ અગ્રવાલની આગવી કુનેહ રાજયમાં પ્રથમ પોઝીટીવ કેસ મળી આવ્યો ત્યારથી માંડીને આજ દિન સુધી શહેરના મ્યુનિસિપલ કનમશ્નર, કલેકટર અને જીલ્લા આરોગ્ય અધિકારી સાથે સમયાંતરે ચર્ચા વિચારર્ણા કરી પ્રથમ દિવસથીજ ટીમ ભાવનાથી આગળ વધી જનતા કફર્યુ તેમજ લોકડાઉનની પરિસ્થિતિમા ચોકકસ દિશામાં અસરકાર કામ કરી આઇસોલેશન વોર્ડ અને હોમ કવોરન્ટાઇન સેન્ટર ઉપર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામા આવેલો તેમજ કોરોના વાયરસ વધુ ના ફેલાય તે માટે જાહેરનામોનો કડક અમલ કારવેલો પરંતુ લાંબા સમયના લોકડાઉન બાદ જરૂરી હતુ કે લોકડાઉનને કારણે બંધ થયેલ શહેર ફરી ધમધમતુ થયું છે.

શહેર પોલીસ માનવતાનો અભિગમ રાખીને વિવિધ કામો પણ કરેલ વિવિધ કામો પણ કરેલ વિવિધ સંગઠનો સાથે સાથે હાઇકોર્ઠ પણ શહેરની કામગીરીની નોંધ લીધેલી છે.

કોરોના વાયરસને અટકાવવા પોલીસની વિશિષ્ઠ કામગીરી

રાજકોટ શહેર ખાતે હોમ કવોન્ટાઇન કરવામાં આવેલ લોકો ઉપર સતત વોચ રાખવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા નવીન અભિગમ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી સેફ રાજકોટ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવેલ હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા હોમ કવોન્ટાઇન કરવામાં આવેલ લોકોના એંડરોઇડ ફોન સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉલોડ કરી તેના ઉપયોગ બાબતે કવોરન્ટાઇન થયેલ લોકોને સમજાવી જી.પી. એસ. મદદથી કનેકટેડ એપ્લીકેશન માધ્યમથી લોકોની હાજરી પુરી કવોન્ટાઇનનું પાલન કરવામાં આવે છે તે સુનિશ્ર્ચિત કરવામાં આવેલ આમ ટેકનોલોજીના માધ્યમથી કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે સેફ રાજકોટ એપ્લીકેશન અસરકારક નીવડેલ અનલોક 1થી 6 દરમિયાન રાજકોટ શહેરમા સેફ રાજકોટ એપ્લીકેશનની મદદથી 18060 વ્યક્તિઓને આ એપ્લીકેશન માધ્યમથી ચેક કરવામા આવેલ અને કવોરન્ટાઇન નિયમનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ કાયદેરસની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

કર્મચારીના સ્વાસ્થય અંગે પોલીસ કર્મચારીએ પરિવારની જેમ લીધી કાળજી

કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ દિવસ રાત પોતાની ફરજ નિષ્ઠાથી બજાવતી હોય અને જે ફરજ દરમ્યાન પોલીસ અલગ અલગ વ્યકિતઓના સંપર્કમાં આવતા તેઓને પણ કોરોના વાયરસનો ચેપ લાગવાની પુરી શકયતા રહેલ હોય જેનાથી પોલીસ સુરક્ષીત રહે તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  દ્વારા દરેક પોલીસ સ્ટેશન અને શાખામા ઓક્સમીટર રાખી ઓક્સીજન લેવલ ચેક કરવામાં આવેલ તેમજ કોઇ પોલીસ કર્મચારીને કોરોના વાયરસના કોઇ લો દેખાય તો તેઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે તમામ પો.સ્ટે. ના પો. ઇન્સ. ઓને સુચનાઓ આપવામાં આવેલ તેમજ દરકે અધિકારી /કર્મચારીઓને વીટામીન સી ની ગોળીઓ નિશુલ્ક આપવામા આવેલ તેમજ તેમજ વાઇરસ કલીનર મશીન પણ મુકવામાં આવેલ તેમજ ફરજ દરમ્યાન માસ્ક, સેનેટાઇઝર ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ.

અનલોકમાં અનડિટકેટ ગુનાના ભેદ ઉકેલયા

શાસ્ત્રી મેદાન પાસેથી એક વર્ષનું બાળક ચોરી થયુ ના ગુન્હાના આરોપી શોધવામાં સફળતા મળી ન હોતી આ બ્લાઇન્ડ કેસને સોલ્વ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ ના પો.સબ.ઇન્સ. એમ.વી.રબારી અને તેમની ટીમ સખત પ્રત્નશીલ રહેલ અને હ્યમુન રીસોર્સથી માહિતી મેળવી હતી કે આ બાળક જામનગર ખાતે ચોકી કરી લઇ જવાયુ છે અને એક લાખ રૂપિયામા અન્ય મહિલાને વેચી દેવામા આવેલ છે જેથી પોલીસએ તુરત જ જામનગર ખાતે પકડી લઇ પોલીસ કમિશ્ર્નરે ટીમને 15 હજારનું ઇનામ આપી સન્માનીત કર્યા હતા. જયારે મવડી વિસ્તારની બાધકામની સાઇટ પરથી શ્રમીકની મસૂમ પૂત્રીનું અપહરણ કરી હત્યાનો ભેદ ઉકેલી અગાઉ રાજેસ્થાનમાં તે બાળકીનું અપહરણ કરી તેમજ બે હત્યાના ગુન્હામાં આજીવન સજા બાદ નાશતા ફરતા શખ્સે ઝડપી લીધો હતો.

રાત્રી કફર્યુ દરમિયાન માનવીય અભિગમ સાથે કર્મચારીઓની કામગીરી

શહેર પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવી કાર્યવાહી કરવામાં આવેલ હતી જે દરમ્યાન પોલીસ વાહનો નું સતત પેટ્રોલીંગ, ચેકપોસ્ટ તથા ફીકસ પોઇન્ટ ઉભા કરી સજ્જડ બંદોબસ્ત ગોઠવવામા આવેલહતો અને જે દરમ્યાન કફર્યુ નો ભંગ કરનાર લોકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જે દરમ્યાન કફર્યું સમય દરમ્યાન બહાર ગામથી આવતા લોકો શહેરમાં વાહન વ્યવહાર બંધ હોય છે દરમ્યાન તેઓના ધરે પહોંચવા માટે કોઇ વાહનો મળતા નહોય જે દરમ્યાન ગાંધીગ્રામ પો.સ્ટે., બી.ડીવીઝન પો.સ્ટે. તથા ભકિતનગર પો.સ્ટે. ના બંદોબસ્તમાં રહેલ પો. ઇન્સ.ઓ તથા કર્મચારીઓ દ્વારા માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડી કાયદેસરની કાર્યવાહી સાથે સાથે જરૂરીયાત મંદ વ્યકિતઓની મદદકરવામા આવેલ હતી જે બદલ પોલીસ કમિશ્નર દ્વારા તેઓનુ સન્માન કરવામા આવેલ હતુ.

અનલોકમાં તહેવારોમાં લોકો બે કાળજી પૂર્વક વર્તે નહી તેનું ધ્યાન રાખ્યું

સરકાર દ્વારા અનલોક જાહેર કરવામાં આવેલ જે દરમ્યાન તહેવારો પણ આવતા હોય રાજકોટ શહેર પોલીસ તહેવારો દરમ્યાન કોરોના વાયરસનુ સંક્રમણ ન ફેલાય તે માટે સજ્જ રહેલ હતી ઇદ, દિવાળી, નવરાત્રી, ગણેશ ચતુર્થી જેવા તહેવારોમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય જે વધુ સંખ્યામાં લોકો એકઠા થવાથી કોરોના વાયરસ ફેલાવાનો ખતરો રહેલ હોય માટે સરકાર દ્વારા તહેવારોને અનુલક્ષીને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ જે માર્ગદર્શીકા મુજબ તહેવારોની ઉજવણી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ અને વધુમાં વધુ પેટ્રોલીંગ રાખવામાં આવેલ તેમજ રાજકોટ શહેર પોલીસની દુર્ગાશકિત ટીમ દ્વારા પણ તહેવારો અનુસંધાને વિવિધ વિસ્તારોમા ફુટ પેટ્રોલીંગ અને વાહન પેટ્રોલીંગ કરવામાં આવેલ તેમજ તહેવારો દરમ્યાન રાજકોટ શહેર પોલીસ લોકોને ધરે રહેવા માટે પણ અપીલ કરેલ હતી અને બીનજરૂરી બહાર ન નીકળવા માટે સમજાવેલ હતા