Abtak Media Google News

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. જેમાં રેલવે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે એક વખત ફરી રેલવેનું બજેટ વધાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે,રેલવેને કુલ2.4 લાખ કરોડનું બજેટ ફળવાયું છે. જેમાં તમામ યોજના પર કામ કરાશે. આ અત્યાર સુધીનું રેલેવનું  સૌથી મોટું બજેટ છે. વર્ષ 2013-14ની ની તુલનામાં  આ બજેટની ફળવાયેલી રકમ 9 ગણી વધારે છે. નાણા મંત્રીએ કહ્યું કે, રેલેવેમાં 100 નવી યોજનાની શરૂઆત થશે. આ સિવાય નવી યોજના માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ સેક્ટરની મદદથી 100 યોજનાઓની ઓળખ થઈ ચૂકી છે. જેના પર આગળ પણ કામ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.