Abtak Media Google News

માનવ જીવનમાં મગજની સ્વસ્થતાનું ખુબજ મહત્વ છે. જો મગજ સ્વસ્થતાથી કામ ન કરે તો જીવનમાં મોટી આંધી ઉભી થાય અને સ્વની જાળવણી પર પણ દુષ્કર બની જાય. જોન કેબેટ જીનનું કહેવાનું છે કે, આપણે આપણી જાતમાં જ બે અલગ અલગ પરિસ્થિતિમાં વિંટળાયેલા હોય છીએ. એક નક્કર હકીકત અને બીજી આભાસી, આપણે દરેક સાચી પરિસ્થિતિને સમજી પોતાની જાતને ઉજાગર કરવાની.

માનવના મગજમાં વિચારોનો સતત પ્રવાહનો જંજાવાત રહેતો હોય છે. દરરોજના સરેરાશ 65000 જેટલા વિચારી તરંગો કોઈપણ જાતની સભાનતા વગર જ પસાર થઈ જતાં હોય છે. મગજની સભાનતાનું પ્રમાણ ખુબજ ઓછુ હોય છે અને આ પ્રક્રિયા આમને આમ સ્વયંમ સંચાલીત રીતે ચાલતી હોય છે. જેના કારણે મોટાભાગની પરિસ્થિતિમાં આપણે અજાણ જ રહીએ છીએ. માનવ મગજ જેટલું જાગૃત અને સ્વસ્થ રહે તેટલું જીવન નિરાશા અને નકારાત્મક વિચારોથી બચી શકે. સ્ટ્રેસ, માનસીક તણાવ દૂર કરવા માટે પણ માનસિક સ્વસ્થતા અનિવાર્ય છે.

મગજ અંગેનો અભ્યાસ કરનાર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, માનસિક સ્થિતિની પરિસ્થિતિમાં વિચારોના વિહારમાં 50 ટકાથી વધુ વિચારો કોઈપણ જાતની પ્રતિક્રિયા કે સજાગતા વગર જ પસાર થઈ જાય છે. માનસિક સ્વસ્થતા વ્યક્તિને વર્તમાનમાં જીવવાની એક મુખ્ય ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જે વ્યક્તિ માનસિક સ્વસ્થ હોય તેને આસપાસની પરિસ્થિતિ, મુશ્કેલીઓમાં રસ્તો કાઢવાની સુઝબુઝ અને જીવનને સુખમય બનાવવામાં સફળતા મળે છે. જોન કેબટ જીને 1979માં માનસિક સ્વસ્થતાથી જીવનના તણાવ દૂર કરવાની દિશામાં મહત્વના સંશોધનો કર્યા હતા.

– માનસિક સ્વસ્થતાનું ‘જૈવિક વિજ્ઞાન’: આપણે શરીરને સ્વસ્થ રાખવા માટે સમતોલ આહારને ખુબજ મહત્વ આપીએ છીએ. દૈનિક જીવનની ઘટમાળ વચ્ચે આપણે સ્વાસ્થ્યની જાળવણી કરીએ છીએ પરંતુ માનસીક શાંતિ અંગે વિચારવાનું પણ ભુલી જઈએ છીએ. ધ્યાન માનસિક શાંતિ માટે ખુબજ અકસીર પોષક તત્ત્વ તરીકે ગણી શકાય. ધ્યાનથી જ માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકાય. આપણે આપણા મગજને ધ્યાન દ્વારા જાગૃત અવસ્થામાં રહેવા તૈયાર કરી શકીએ અને આપણા આસપાસ શું બની રહ્યું છે તે અંગે મગજને જાગૃત કરી શકીએ છીએ. એ વાત વિજ્ઞાન સિધ્ધ થયેલી છે કે, ધ્યાન મગજના ભૌતિક રસાયણ અને તરંગી વ્યવસ્થાને સક્રિય રાખી મગજનું સંતુલન ઉભુ કરે છે. શ્ર્વાસ, મગજ, હૃદય, શરીર અને સંજોગો તેમજ વાતાવરણ સાથે ધ્યાન દ્વારા મગજનું તાલમેલ સાધી શકાય. મગજને જાગૃત કરવાની સાથે સાથે માનસિક સ્વસ્થતાથી જીવન અર્થસભર બની જાય છે. મગજની કામગીરી, રચના અને તેની કાર્યક્ષમતા માટે જેવી રીતે પોષણયુક્ત ખોરાક, પ્રોટીન, સારો આહાર, ઓમેગા-3 ફેટીએસીડ જેવા તત્ત્વો મગજના શેરોટોનીલ તત્વને સંતુલીત રાખવામાં મદદરૂપ થાય છે તેવી જ રીતે ધ્યાન અને અધ્યયન દ્વારા મગજને જાગૃત રાખી શકાય.

– જાગૃત અવસ્થા માટે ધ્યાનનું મહત્વ: મગજની જાગૃત અવસ્થા માટે ધ્યાન અસરકારક માધ્યમ ગણાય. બિનજરૂરી વિચારોને તારવીને કામની પ્રવૃતિઓ પર ધ્યાન કેન્દ્રીત કરી મગજને વધુ જાગૃત કરી શકાય છે. ધ્યાનથી વિચારોનો સતત આવતો પ્રવાહ નિશ્ર્ચિત દિશા તરફ વાળી શકાય છે અને મગજને જાગૃત રાખીને મગજમાંથી પસાર થતાં વિચારોના તરંગો પર ધ્યાન આપીને મનની અવસ્થાને જાગૃત કરે છે. ધ્યાન રોજબરોજની જીંદગી અને પ્રવૃતિમાં સજાગ રાખે છે. અને વ્યક્તિત્વમાં એવો બદલાવ આવે છે કે દરેક પલ સ્વયંભૂ મનને એ વાતની ખબર પડી જાય છે કે ક્યારે શું કરવું ? વાસ્તવિક જીવનમાં મનની સજાગતાથી દરેક વખતે જાગૃતિની અવસ્થા પ્રાપ્ત થાય છે. ધ્યાન માટે શ્ર્વાસ નિયંત્રણ કરીને કુભંક, રેચક, સાથેસાથે મંત્રોચ્ચાર કરીને પ્રાણાયામની મનને અને ખાસ કરીને મગજની અવસ્થા જાગૃત કરી શકાય છે.

– માનસિક સ્વસ્થતાના ફાયદા : માનસિક સ્વસ્થતાથી જીવનમાં શાંતિ, નિર્ણયશક્તિ અને ક્યારે શું કરવું, જીવન કેવી જીવવું તેનું આત્મજ્ઞાન સંપૂર્ણ બને છે. માનસિક સ્વસ્થતા જીવન જીવવાની કળા, પડકારો ઉપડવાની ક્ષમતા અને લક્ષ્યપ્રાપ્તિ માટે અનિવાર્ય ગણવામાં આવે છે. સ્વલક્ષ્યની સ્પષ્ટ પરિસ્થિતિ આત્મવિશ્ર્વાસમાં વધારો, ધ્યાનથી માનસિક, શારીરીક અને આત્મીયતાની ચરમસીમા પ્રાપ્ત કરી શકાય છે. માનસિક સ્વસ્થ અવસ્થા, માહિતીનું ગ્રહણ અને મળેલી વિગતોનું પુતકરણ વ્યક્તિને સ્પષ્ટ બનાવી દે છે.

– માનસિક સ્વસ્થતાના શારીરીક ફાયદા : માનસિક સ્વસ્થતાને આરોગ્ય સાથે સીધ્ધા સંબંધો છે. ધ્યાનથી માનસિકતા હ્રદ્ય સંબંધી મુશ્કેલીઓ, માનસિક તકલીફો ઓછી થાય છે અને રોગપ્રતિકારકશક્તિમાં વધારો થાય છે. માનસિક સ્વસ્થ હોય તો બિમાર થવાના ચાન્સિંસ શૂન્ય થઇ જાય છે.

– માનસિક અસ્વસ્થતાથી ઉભી થતી સમસ્યાઓ : તણાવ, માનસિક અસ્વસ્થતાને કારણે શરીરની કેટલીક ગ્ંરથિઓમાં અને ખાસ કરીને કીડની ઉપર આવેલી એડરેલ ગ્ંરથિમાંથી નીકળતા અંત:સ્ત્રાવના કારણે કોલેસ્ટ્રોલનું અસંતોલ સર્જાય છે અને મુંજારુ અને ગભરામણની પરિસ્થિતી ઉભી થાય છે.

– લોહીનું દબાણ, બ્લડપ્રેશર : નિયમિત ધ્યાન અને માનસિક સ્વસ્થ વ્યક્તિનું લોહીનું દબાણ સંતુલિત રહે છે. શરીરના તમામ આંતરિક અવયવો યોગ્ય રીતે કામ કરે છે. માર્ચ-2022ના જનરલ ઓફ હાઇપર ટેન્શનમાં જણાવાયું છે કે માનસિક સ્વસ્થતા બ્લડ પ્રેશરનું સારી રીતે નિયંત્રણ કરી શકે છે.

– હૃદયરોગ : અમેરિકાના 2009ના હાર્ટ જનરલમાં માનસિક સ્વાસ્થ્યને હ્રદ્ય સાથે સીધો સબંધ છે. ધ્યાનથી 61 વર્ષની વયનાઓ પર હ્રદ્યરોગનું જોખમ ઘટાડી શકાય છે. ડિસ્પ્રેશન અને હુમલાઓ નિવારી શકાય છે.

– માનસિક આરોગ્ય : ધ્યાન અને માનસિક સ્વસ્થતા ડિપ્રેશન, અનિંદ્રા, માનસિક બિમારી, જેવી મુશ્કેલીઓમાંથી બચાવી શકાય છે.

– રોગપ્રતિકારક શક્તિ : 149 મહિલાઓ પર 8 મહિના સુધી કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે શરદી ફ્લુ અને અન્ય બિમારીઓમાં ધ્યાનના કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 257 દિવસ, 241 દિવસ અને 453 દિવસના ધ્યાનના કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો નોંધાયો છે. બીજા એક અભ્યાસમાં એચઆઈવીમાં ધ્યાનના કારણે ટી-કોસનું સર્જન આ ટી-કોસ રોગપ્રતિકારક શક્તિ ખત્મ થતાં અટકાવી શકે છે.

– માનસિક સ્વાસ્થયતા જીવન જીવવાનો સુંદર રસ્તો: માનસિક સ્વાસ્થયતા લાંબાગાળે થતો ફાયદો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આ દિશામાં સમજણ શક્તિ વધી છે. ધ્યાન અને માનસિક શાંતિ વ્યક્તિ વિકાસથી લઈને જીવન સરળ બનાવવા માટે ખુબ ઉપયોગી છે. આપણા જીવનને સરળ, શાંત અને પ્રગતિશીલ બનાવવા માટે માનસિક શાંતિ અનિવાર્ય છે. માનસિક શાંતિના કારણે સકારાત્મક વિચારો, રચનાત્મકતા પ્રાપ્ત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.