પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ સેવાદિન તરીકે ઉજવાશે

પારદર્શક અને પ્રગતિશીલ પ્રવૃત્તિ તેમજ સંવેદનશીલ અને નિર્ણાયકવૃત્તિ ધરાવતા વિજયભાઈ રૂપાણીનો 2 ઓગષ્ટે જન્મદિવસ

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈરૂપાણીનું ચાર દાયકાઉપરાંતનું જાહેર જીવન સંગઠન, સમર્પણ, સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે. વિજયભાઈરૂપાણીનો સ્વભાવ સંવેદનશીલ અને સેવાકીય છે. નાનામાં નાના માણસની દરકાર કરવી, છેવાડાના માનવીની મદદ કરવી એ તેમનો જીવનધ્યેય રહ્યો છે. જાહેર જીવનનાપ્રારંભકાળથી જ સમૂહભાવના અને મૈત્રીભાવ સાથે કામ કરીને સૌ કોઈનો સૌથી પહેલો વિચાર કરવાનો તેમનો અભિગમ આજે પણ એટલો જ બરકરાર છે. હવે જ્યારે આગામી 2 ઓગષ્ટે રાજકોટના રતન વિજયભાઈરૂપાણીનો જન્મદિવસ છે ત્યારે આ દિવસને સેવાદિન તરીકે ઉજવીસમાજના દરેક વર્ગ માટે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન રાજકોટની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે.

વર્ષોથી વિજયભાઈરૂપાણી કોઈપણ પ્રસંગની ઉજવણી સેવાકાર્યો દ્વારા ઉજવવા ટેવાયેલા હોય, સમગ્ર રાજકોટને પોતાનો પરિવાર સમજતા વિજયભાઈરૂપાણીના જન્મદિવસ નિમિત્તેશહેરની વિવિધ સંસ્થાઓઅલગઅલગવોર્ડમાંસેવાકીયકાર્યો દ્વારા વિજયભાઈરૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેમના જન્મદિવસન ેસેવાદિન તરીકે ઉજવશે. તેમણે મુખ્યમંત્રી બન્યા પહેલા અને મુખ્યમંત્રી તરીકે રાજકોટવાસીઓની જે પ્રકારે સેવા, ખેવના, ચિંતા કરી છે તે જોતા વિજયભાઈનો જન્મ દિવસ ઉજવવા રાજકોટની જનતા સ્વયં થનગની રહી છે.

રાજકોટમાં ગરીબ પરિવારોના બાળકો માટે શિક્ષણ ઉપરાંત આરોગ્યક્ષેત્રે કામ કરતી જાણીતી સેવાભાવી સંસ્થા એટલે પૂજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ. છેલ્લા અઢી દસકથી કાર્યરત પૂજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તેટ્રસ્ટના ભવન ખાતે સાંજે 4થી 6, જૈન ફાઉન્ડેશનના સહયોગથી વાંચવાના (બેતાલા) ચશ્માનું વિતરણ કરશે. શ્રી પૂજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનાંસ્ટ્રીટચિલ્ડ્રન, ઓપન હાઉસ તથા જ્ઞાનપ્રબોધિનિ પ્રોજેક્ટની દીકરીઓને રાખડી વિતરણ કરવામાં આવશે.શ્રી પૂજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ સાથે મંદબુદ્ધિના બાળકો સાથે વોર્ડ નં.10માં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સ્ત્રીઓમાં થતા સ્તન કેન્સરના ગંભીર રોગ અંગે જાગૃતતા આવે અને યોગ્ય સમયે તેનું પરિક્ષણ થઈ શરૂઆતથી સારવાર જ થઈ શકે તે માટે શહેરના વોર્ડ નં.1 અને મહિલા મોરચા દ્વારા શ્યામનગર, 150 ફૂટ રીંગરોડ ખાતે 40 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ માટે મેમોગ્રાફી તથા સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત કેન્સર સ્પેશ્યાલીસ્ટ અને ગાયનેક ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે. ડો. બબીતાબેન હપાણી, ડો. શૈલીબેન મોદી, ડો. બેલાબેન ટોળિયા તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિચર્સઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો દર્દીઓનું સ્ક્રીનીંગ કરશે અને જેમને જરૂર જણાય તેમને વિનામૂલ્યે સોનોગ્રાફી કરી આપશે.

રોટરી મિડટાઉન ડાયાબીટીસ સેન્ટર ખાતે વિનામૂલ્યે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચિલ્ડ્રન હોમ ફોર બોય્સ એન્ડ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના લાભાર્થી બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવશે. તેમજ શ્રી પુજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની જ્ઞાનપ્રબોધિનિ તથા સ્ટ્રીટચિલ્ડ્રન, ઓપન હાઉસ પ્રોજેક્ટની બાળાઓને રાખડી વિતરણ કરવામાં આવશે.

એચ.એન.શુક્લા ગ્રુપ ઓફ કોલેજ દ્વારા હોમિયોપેથી તથા આયુર્વેદિક મેડિકલ કેમ્પ દ્વારા આરોગ્ય નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. તેમજ વોર્ડ નં.7 ભાજપ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એસોસિયેશન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે.

વોર્ડ નં.1 ભાજપ દ્વારા સદ્દભાવના વૃદ્ધાશ્રમના બપોરે 12 વાગ્યે આશરે 150 જેટલા વૃદ્ધોને પણ ભાવતું ભોજન પીરસવામાં આવશે. તેમજ  પુજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત મેમોગ્રાફી કેમ્પમાં સહયોગ આપશે.વોર્ડ નં.2 ભાજપ દ્વારા સવારના 10 કલાકે નગર પ્રાથમિક શાળા નં.56 ગીત ગુર્જરી વોર્ડ ઓફિસની બાજુમાં બાળકોને સ્ટેશનરી કીટ આપવામાં આવશે. તેમજ છોટુનગરમેઇન રોડ પર મફતીયપરમાં કમલેશભાઇ રાઠોડનાં મકાન પાસે આંગણવાડીમાં સવારનાં 10.30 કલાકે બાળકોના આધાર કાર્ડ કાઢવાનો કેમ્પ ગોઠવેલ છે.

ભાજપ મહિલા મોરચા દ્વારા   પુજીતરૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત મેમોગ્રાફી કેમ્પમાં સહયોગ આપશે.ભાજપ લિગલ સેલ દ્વારા સાંજે દીકરાનું ઘર ઢોલરા ખાતે જમણવાર કરાવવામાં આવશે.  ભાજપ યુવા મોરચા દ્વારા માનવ મંદિર ત્રંબા ખાતે મંદબુદ્ધિના બાળકોને સવારે પાક્કો નાસ્તો કરાવવામાં આવશે. રમણીકબા કુંવરબાવૃદ્ધાશ્રમ ખાતે બપોરે વૃદ્ધોનેજમાડવામાં આવશે. મિલનભાઈ કોઠારી દ્વારા નમ્રમુનિ રથ તથા બોલબાલા દ્વારા અન્નરથ થકી ભૂખ્યાઓની જઠરાગ્નિ ઠારવામાં આવશે. કિશાનગૌશાળા ખાતે અન્નકોટ ધરવામાં આવશે.

વોર્ડનં.3  વિજયભાઇ રૂપાણી ફેન ક્લબ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.સોઢા નર્સિંગ સ્કૂલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવશે. વોર્ડ નં.7 ભાજપ દ્વારા પંચનાથ મંદિર ખાતે સવારે 11.30 કલાકે બ્રાહ્મણોને જમાડવામાં આવશે. વોર્ડ નં.8ના ભાજપ કાર્યકરો દ્વારા પોતાના વિસ્તારમાં આવેલી આંગણવાડીઓમાં બાળકોને ભોજન પીરસવામાં આવશે.વોર્ડ નં.9 ભાજપ દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલા સ્નેહનિર્જર બાળકોની સંસ્થામાં બાળકોને મનગમતા આઈસ્ક્રીમ ખવડાવવામાં આવશે.

વોર્ડ નં.10 ભાજપના સહયોગથી પારદર્શક અને પ્રગતિશીલ પ્રવૃત્તિ કરતા તેમજ સંવેદનશીલ અને નિર્ણાયક વૃત્તિ ધરાવતા વિજયભાઈરૂપાણીના જન્મદિવસ નિમિત્તેમંદ બુદ્ધિના બાળકોને બાલભવન ખાતે આનંદ-કિલ્લોલ સાથે તમામ રાઈડસનું મનોરંજન કરાવવામાં આવશે. આ સિવાય બાળકોને ડી.જે.ના તાલ પર ડાન્સ અને ત્યારબાદ તેમને ભાવતું ભોજન પણ કરાવવામાં આવશે. ભૂપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી મંદિર દ્વારા વિજયભાઈરૂપાણીનાદીર્ધાયું માટે યજ્ઞનું પણ આયોજન કર્યું છે.

ગજાનન ધામ સમિતિ દ્વારા ભૂપેન્દ્ર રોડ, મોનર્ક કોમ્પલેક્ષની બાજુમાં સવારે 9 થી બપોરે 2 સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આમ, રાજકોટની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને અલગઅલગ વોર્ડમાં રાજકોટના લોકલાડીલા નેતા વિજયભાઈ રૂપાણીના જન્મદિવસન ેસેવાકાર્યો થકી સેવાદિન તરીકે ઉજવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના નગરસેવકથી સમગ્ર રાજ્યના પ્રધાન સેવકના કાર્યકાળ દરમિયાન વિજયભાઈ રૂપાણીએ રાજકોટ કા બેટા, ગુજરાતનાં નેતાનું બિરુદ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે.

વિજયભાઈ રૂપાણીને રાજકોટ સવિશેષ પ્રિય હોય જાણે રાજકોટ પર તો વિજયભાઈ રૂપાણીએ વહાલનો વરસાદ વરસાવ્યો છે. નવું રેસકોર્ષ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવું બસપોર્ટ, આજીમાં પાણી, સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ, ઓવરબ્રીજ, અંડરબ્રીજ, અટલ સરોવર વગેરે.. વગેરે.. રાજકોટના વિકાસમાં વિજયભાઈરૂપાણી નિમિત્ત બન્યા છે ત્યારે આજીવન રાજકોટની સેવા કરનાર વિજયભાઈ રૂપાણીના જન્મદિવસને રાજકોટવાસીઓ વિવિધ સેવાકાર્યો કરવાના સેવાદિન રૂપે નિમિત્ત બનાવશે.