Abtak Media Google News

કહેવાના સેવાભાવીથી અનેક રાજકારણીએ મોં ફેરવ્યા: આગોતરા જામીન માટે દોડધામ 

સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ મહિલા દર્દીના સગાને મદદ કરવા માટે ચોટીલાના સાધુએ ચોટીલામાં ઇમિટેશન જ્વેલરીની દૂકાન ધરાવતાં અને  રેલનગર સ્ટાર રેસિડેન્સીમાં રહેતાં મયુર હસમુખભાઇ ગોસાઇ ને તે સિવિલમાં કોન્ટેકટ ધરાવતો હોઇ મદદ કરવાનું કહેતાં મયુરે મદદ કરવાને બદલે ’મલાઇ’ તારવવાના ઇરાદે સિવિલમાં જ બેઠક ધરાવતાં ભાજપ આગેવાન સંજય બચુગીરી ગોસ્વામી સાથે મળી દર્દીને ટોસિલિઝુબેમ ઇન્જેકશન આપવા પડ્યા છે, અમે અપાવી દીધા છે…કહી રૂ. 45 હજાર દર્દીના સગા પાસેથી પડાવી લેવાનો ભૂંડો પ્લાન ઘડ્યો હતો. પણ દર્દીના સગાની શંકા ઉપજતાં પોલીસમાં અરજી કરતાં પ્ર.નગર પોલીસે અરજીની તપાસ કરતાં ચોંકાવનારી અને શરમજનક વિગતો ખુલતાં  ગુનો નોંધી મયુરને દબોચી લીધો છે અને ભાગી ગયેલા સંજયની શોધખોળ હાથ ધરી છે.  સંજયએ આ વખતે ડોકટરનો સ્વાંગ રચ્યો હતો.

આ બનાવમાં પોલીસે લક્ષ્મીવાડી-15મા રહેતાં  જેન્તીભાઇ ત્રિભોવનભાઇ શીશાંગીયા નામના વૃધ્ધની ફરિયાદ પરથી મયુર ગોસાઇ અને ડોકટર તરીકે ઓળખ આપનાર સંજય બચુગીરી ગોસ્વામી સામે 120-બી,  ગુનો નોંધ્યો છે. ફરિયાદી જેન્તીભાઇ ના ભાણેજ ઉર્મિલાબેન કોરોના પોઝિટિવ હોઇ તેને સિવિલ હોસ્પિટલમાં 8/4ના દાખલ કરવામાં આવી છે.  મયુર સાથે ફોનમાં વાત કરનાર અને પોતાને ડોકટર તરીકે ઓળખાવનાર શખ્સ અમને કહેલુ કે તમારા ભાણેજને ટોસિલિઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂરીયાત ઉભી થઇ છે.

આથી અમે આ ઇન્જેકશન શોધવા પ્રયાસ શરૂ કર્યા હતાં ત્યાં મયુર અને ડોકટર તરીકે ઓળખ આપનારે પોતે જ ઇન્જેકશન બહારથી મંગાવી આપશે તેમ કહ્યું હતું. એ પછી આ ઇન્જેકશન દર્દીને અપાઇ ગયું છે અને તેના રૂ. 45 હજાર થયા છે તેવું કહી આ રકમ અમારી પાસે માંગી હતી. પરંતુ ઇન્જેકશન અમારા દર્દીને ખરેખર અપાયુ જ નથી છતાં પૈસા માંગવામાં આવી રહ્યા છે તેવી શંકા ઉપજતાં અમે તપાસ કરાવી હતી અને તેમાં કંઇક ખોટુ હોવાનું જણાતાં અમે પોલીસમાં અરજી કરી હતી. અંતે મયુર અને ડોકટરનો સ્વાંગ રચનાર બંને સામે કાવત્રુ રચી વિશ્વાસઘાત, ઠગાઇ કરવાની કોશિષ કરી હતી

પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ ડી. કે. પટેલ, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. જનકભાઇ કુગશીયા, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. હરેશભાઇ , અશોકભાઇ હુંબલ, અક્ષયભાઇ ડાંગર, મહાવીરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ સહિતે ગુનો નોંધી મયુર ગોસાઇની ધરપકડ કરી લીધી છે.

મયુરે પુછતાછમાં કહ્યું હતું કે પોતાને ચોટીલામાં દુકાન હોઇ અને પોતે રાજકોટ સિવિલમાં સંજય ગોસ્વામી સાથે બેઠક ધરાવતો હોઇ જેથી ચોટીલાના સાધુ કે જે જેન્તીભાઇ શીશાંગીયાના પરિચીત છે એ સાધુએ અમને જેન્તીભાઇના ભાણેજ કોવિડમાં દાખલ હોઇ મદદ કરવા ભલામણ કરી હતી. એ પછી મેં અને સંજય ગોસ્વામીએ મળી છેતરપીંડીથી પૈસા મેળવવા પ્લાન ઘડ્યો હતો. જેમાં સંજય ગોસ્વામીએ પોતે ડોકટર છે તેવી ઓળખ આપી હતી. સંજય નીપોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.