Abtak Media Google News

સી વોટર ઓપીનીયન પોલમાં ચૂંટણી પૂર્વે પરિણામના વરતારામાં પૂર્વોત્તરમાં ભાજપનો દબદબો

પં.બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકીય માહોલ ભારે ગરમ રહેવા પામ્યો છે. ભાજપ અને વડાપ્રધાન મોદીના કરિશ્માથી સમગ્ર દેશમાં અત્યારે ભાજપનો દબદબો પ્રવર્તી રહ્યો છે ત્યારે ટાઈમ્સ નાવના સી વોટર ઓપીનીયન પોલમાં પણ પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપનો ડંકો વાગશે તેવો વરતારો આપવામાં આવ્યો છે પરંતુ દક્ષિણમાં હજુ ભાજપ માટે દિલ્હી ઘણુ દૂર હોવાનું દર્શાવાયું છે. ઓપીનીયન પોલ મહદઅંશે સત્યથી ખુબજ સમીપ માનવામાં આવી રહ્યાં છે. જો કે કેટલાક વિશિષ્ટ સંજોગોમાં ઓપીનીયન પોલમાં પણ જો અને તો ની ગુંજાઈસ રહેલી હોય છે પરંતુ મોટાભાગે ચૂંટણી પહેલાના વરતારામાં પરિણામ બાદ ચિત્ર કેવું હશે તેના અણસાર તો મળી જ જાય છે. પૂર્વોત્તમ રાજ્યોમાં ભાજપનો ડંકો વાગશે તેવું માનવામાં આવી રહ્યું છે.

પં.બંગાળમાં તૃણમુલ કોંગ્રેસને બહુમતિ પુરતી બેઠકો મળી જશે પરંતુ ભાજપ સાથે જોરદાર ટક્કર લેવી પડશે. જ્યારે ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધન અને તામિલનાડુમાં સત્તાપક્ષ એઆઈડીએમકેની સ્થિતિ અંગે પણ સી વોટરમાં વરતારો આપવામાં આવ્યો છે.ઓપીનીયન પોલે આપેલા રૂજાનમાં કેરળમાં સત્તાધારી પાર્ટી એલડીએફ સત્તા જાળવવા સફળ થશે જ્યારે ચૂંટણીમાં રાજ્ય પર વિતેલા રાષ્ટ્રપતિ શાસનની અસર પડશે. આસામમાં ભાજપ, એનડીએ ગઠબંધન કોંગ્રેસ અને તેના સહયોગીઓને ભારે પડશે. પં.બંગાળમાં હવે ચૂંટણી નજીક છે ત્યારે સી વોટર દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે જોવા જઈએ તો મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસના મુડીયા ઉંડા દેખાય છે અને 294માંથી 160 જેટલી બેઠકો મળે તેમ છે. 2016માં મળેલી 211 બેઠકોમાંથી થોડી બેઠકો ઘટશે. જ્યારે ભાજપ માટે 110 થી 112 બેઠકો જીતવી પડકાર બનશે. કોંગ્રેસ અને ડાબેરીઓને મોટાભાગે બેઠકો ગુમાવવાનો વારો આવે તેવું દેખાય છે. પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની લોકપ્રિયતા હજુ બરકરાર રહેવા પામી છે. 55 ટકા લોકો ટીએમસી તરફ જોક ધરાવે છે. ભાજપના દિલીપ ઘોષની લોકપ્રિયતાના આંકમાં 32.3 ટકા અને મુકુલ રોય 6.5 ટકા સુધી સીમીત રહ્યાં છે. તામિલનાડુની પરિસ્થિતિ જોવા જઈએ તો ડીએમકે-કોંગ્રેસના ગઠબંધને 234માં થી 177 બેઠક મળશે. ભાજપ માટે દક્ષિણમાં દિલ્હી દૂર માનવામાં આવે છે. કેરળમાં એલડીએફને બહુમતિ મળે તેવું દેખાઈ રહ્યું છે.2016માં યુબીએફને 47 બેઠકો મળી હતી. આ વખતે આ આંકડો 62 સુધીનો દેખાઈ રહ્યો છે. દક્ષિણમાં 2016ની પરિસ્થિતિએ ભાજપને એકમાત્ર બેઠક મળી હતી. આ વખતે પણ બહુ જાજો ફાયદો દેખાતો નથી. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કોમાન ચંડીને 26.5 ટકા મતો મળે તેવું દેખાય છે. પોંડીચેરીમાં એનડીએ 30 માંથી 21 બેઠકો મેળવી વિજય રથ પર આગળ વધી રહ્યું છે. એનડીએના ભાજપની છાવણીમાં બહુ ઉત્તેજના દેખાય છે. બીજી તરફ કોંગ્રેસ અને ડીએમકે ગઠબંધનને ખુબજ મોટી રાજકીય પીછેહટ ખમવી પડી હતી.

કેન્દ્ર શાસીત પ્રદેશ અત્યારે રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે ત્યારે 27મી માર્ચે શરૂ થનારી ચૂંટણીમાં તામિલનાડુ, કેરળ, પોંડીચેરી અને આસામમાં 3 તબક્કામાં જ્યારે પં.બંગાળમાં 8 તબક્કાની ચૂંટણી 27 માર્ચથી 29 એપ્રીલ સુધી છે ત્યારે 2જી મેએ મત ગણતરીના બાદ ચિત્ર સ્પષ્ટ થશે ત્યારે ઓપીનીયન પોલમાં ભાજપનો ડંકો વાગશે તેવા રૂજાન મળી રહ્યાં છે.ઓપીનીયન પોલમાં પૂર્વોત્તરમાં ભાજપના દબદબા સાથે દક્ષિણમાં હજુ ભાજપ માટે દિલ્હી બે ડગલા દુર હોય તેવું જણાવાયું છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.