Abtak Media Google News

રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જો અપાવવા બદલ વડાપ્રધાન અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવતા જીતુભાઈ વાઘાણી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જો અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને તા કેન્દ્ર સરકારને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે, દેશના પછાત વર્ગના કરોડો લોકોને ન્યાય અપાવવા તેમજ તેમને વિકાસપ પર આગળ વધારવાના પોતાના વચનને પ્રધાનમંત્રીએ પૂર્ણ કર્યુ છે. સૌના સાથ સૌના વિકાસના મંત્ર સો પછાત વર્ગોના વિકાસ માટેનું આ એક ઐતિહાસિક પગલુ છે.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, વર્ષો સુધી કેન્દ્રમાં સત્તા પર રહેલી કોંગ્રેસે ગરીબોના નામે મત લઇ માત્ર જાતિવાદની રાજનીતિ કરી પરંતુ દેશના પછાત તેમજ ગરીબ વર્ગના કલ્યાણ માટે કશુંય કર્યુ નહી. પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જો આપતુ આ બીલ ગયા વખતે લોકસભામાં પસાર થયેલ હતુ પરંતુ કોંગ્રેસની મેલી મુરાદને લીધે રાજ્ય સભામાં આ બીલ પસાર થઇ શક્યુ નહોતું.

કોંગ્રેસની હંમેશાની આ નીતિ-રીતિ રહી છે. ૧૯૫૫માં કાકા કાલેલકર સમિતિનું ગઠન યું ત્યારી દેશના ગરીબ તેમજ પછાત વર્ગોની આ માંગ હતી. પરંતુ કોંગ્રેસની સરકારોએ ગરીબ અને પછાત સમાજોની ભલાઇ માટે ક્યારેય કોઇ નક્કર કાર્ય કર્યુ નહી.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, સમતામૂલક સમાજનું નિર્માણ એ ભાજપાની હંમેશાી પ્રતિબધ્ધતા રહી છે. સમાજના છેવાડાના માનવીનો વિકાસ એ ભાજપાનું લક્ષ્ય રહ્યુ છે. હવે આ બીલ રાજ્ય સભામાં પણ પસાર થઇ જવાથી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જો પ્રાપ્ત થયો છે. આ આયોગ પછાત વર્ગોના સંરક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કાર્યરત રહેશે. તેમજ સામાજીક તથા શૈક્ષણિક પછાત વર્ગોને સશક્ત બનાવી તેમને ન્યાય અપાવવાનું કાર્ય કરશે.

વાઘાણીએ અંતમાં ગુજરાત ભાજપાના સૌ કાર્યકરો તથા સામાજીક સંસ્થાઓને આહવાન કરતાં જણાવ્યુ હતુ કે, સમાજના બધા વર્ગોના સન્માનપૂર્વક, ગરીમાપૂર્વક તથા સોહાર્દપૂર્ણ જીવન નિર્વાહ માટેના આ મહત્વપૂર્ણ એવા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ બાબતે ઉપયોગી જાણકારી ગુજરાતના તમામ વિસ્તારોના ગરીબ તથા પછાત વર્ગોને પહોચાડી તેમના જીવન ઉતનમાં સહભાગી બની નવા ભારતના નિર્માણની સંકલ્પનાને સાકાર બનાવીએ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.