Abtak Media Google News

સમન્વય હાઈટસ દ્વારા મહારકતદાન કેમ્પ

રાજકોટમાં સમન્વય હાઈટસ અને શ્રીમદરાજચંદ્ર સેવાગૃ્રપ દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અંદાજીત ૫૦૦ બોટલ  રકત એકત્ર કરવામાં  આવ્યું હતું. ત્યારે આ રકત કેન્સપીડીત દર્દીઓને વિનામુલ્યે આપવામાં આવશે.આ કેમ્પમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવિદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર અશ્ર્નિભાઈ મોલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઉપલાકાઠા વિસ્તારમાં સમન્વય હાઈટસ અને શ્રીમદરાજચંદ્ર સેવા ગયાના સંયુકત ઉપક્રમે  રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ખાસતો સમન્વય હાઈટસ એટલે ગરિબ લોકો માટે વનબીએચ કે અને ટુબીએચ કે ૪૦૦ જેટલા મકાનોેનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સંપુર્ણ સબસિડી પ્રધાનમંત્રી આવાસ યોજના માથી મળે છે અને લગભગ પોણાત્રણ લાખ જેટલી સબસીડી મળે છે.અલગ અલગ માધ્યમમાંથી કેવી રીતે નાના લોકોને પણ ફલેટસ મળે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.સવિષય સમન્વય હાઈટસ દ્વારા ગરિબ લોકો માટેના ફલેટસનું ભુમીપુજન થયું તે નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Vlcsnap 2019 12 30 08H04M38S560 Vlcsnap 2019 12 30 08H05M51S496 Vlcsnap 2019 12 30 08H05M39S702

નિતિનભાઈ એ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે જે લોકોને બ્લડની જરૂર છે. તેવા વિચાર સાથે સમન્વય  હાઈટસ અને શ્રીમદરાજચંદ્ર સેવાગ્રૃપ દ્વારા મહારકતદાની કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. રકત કેન્સર પિડિત લોકો માટે એકત્રીત કરવામાં આવેલ હતું. અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં બ્લડ આપવામાં આવશે.ખાસતો,લોકોને ધ્યાનમાં લય સમન્વય પ્રોજેકટ હાથ લેવામાં આવ્યો છે.લોકોને તેમના બજેટમાં સારામાં સારૂ સ્વપ્નનું ઘર મળે તે માટેના પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.