Abtak Media Google News

રામપીર ચોક સર્કલને ડેવલોપ રાખતું વિંગ્સ IVF હોસ્પિટલના બોર્ડને અસામાજિક તત્વોએ ફટાકડા ફોડી નષ્ટ કર્યું

રાજકોટ રામપીર ચોક સર્કલને ડેવલોપ રાખવાની જવાબદારી વિંગ્સ IVF હોસ્પિટલના મેનેજમેન્ટ પોતાના શિરે લીધી છે.છેલ્લા ઘણા વર્ષથી રાજકોટ શહેરના રામાપીર સર્કલને ખૂબ સારી રીતે વિંગ્સ IVF હોસ્પિટલ ડેવલોપ રાખી રહ્યું છે. વાર-તહેવાર પર શ્રેષ્ઠ રીતે સર્કલને શણગારવામાં આવે છે. દિવાળી પર્વ પર સર્કલને ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યું હતું.
Whatsapp Image 2022 10 28 At 10.33.02 Am 1

પરંતુ અમુક અસામાજિક તત્વોએ નુતન વર્ષની રાત્રીના ફટાકડા ફોડી વીંગ્સ IVF હોસ્પિટલના બંને બોર્ડને સળગાવી નષ્ટ કરી દીધા છે. આવો વિકૃત આનંદ માણવા વાળા અસામાજિક તત્વો સામે વીંગ્સ આઈવીએફ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વો પર કેવા કડક પગલાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.