સેલવાસ: નરોલીના એક એપાર્ટમેન્ટમાંથી 3 વર્ષની બાળકીનો મળ્યો મૃતદેહ, માતાએ કહ્યું- મારી બાળકીને લાવી આપો…

દાદરા નગરહવેલીના સેલવાસના નરોલી ગામે એક એપાર્ટમેન્ટ માંથી ત્રણ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયી છે. પ્રાપ્ત વિગત અનુસાર નરોલી ગામે આશાપુરા એપાર્ટમેન્ટ મા રહેતા એક પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી બપોરના સમયે બહાર રમતી હતી. જે અચાનક ગુમ થઈ જતા પરિવારના લોકો અને આજુ-બાજુના લોકો શોધવા નીકળ્યા હતા. પરંતુ મળી આવેલ નહીં સાંજ સુધી કોઈ જ પતો ના લાગતા પોલીસને બોલાવવામા આવી હતી.

ત્યારબાદ સોસાયટીના બધા જ ઘરોની ચકાસણી કરવામા આવી હતી. પણ તે સમયે પણ મળી આવી ન હતી શંકાના આધારે આ જ બિલ્ડિંગમાં રૂમ નં.109મા સંતોષ નામનો યુવાન જે મૂળ રહેવાસી બિહાર અને રિલાયન્સ કંપનીમાં નોકરી કરે છે. તેના ઘરમાં તપાસ કરતા ત્યા પણ મળેલ નહીં બાદમાં એના બાથરૂમની તપાસ કરતા એના બારીના કાચ તૂટેલી હાલતમાં જોતા બિલ્ડિંગની વચ્ચે આવેલ જગ્યામાં નીચે જોતા બાળકીની હત્યા કરી એના ટુકડા કરી એક કોથળામાં ભરેલ હાલતમા બાળકીની લાશ મળી આવી હતી.

આ ઘટનાની જાણ થતા એસપી સહિત પોલીસટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ગોઝારી ઘટના બનતા સોસાયટીના લોકોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકટોળાએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાને કારણે બાળકીની માતા આક્રંદ કરી રહી હતી અને કહેતી હતી કે મારી બાળકીને લાવી આપો.આ ઘટનામા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. એ ઘટના જોતા એવુ લાગી રહ્યુ છે કે બાળકી પર રેપ કર્યા બાદ એની હત્યા કરી એની લાશને ફેંકી દેવામા આવી હશે હાલમા તો આ ઘટનાને કારણે નરોલી ગામના લોકોમા પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.