કુંવારી યુવતીનો દેહ કૌટુંબિક કાકા અને ભત્રીજાએ વારંવાર અભડાવી દેતા બાળકને જન્મ આપ્યો

પશુઓને ચરાવવા સાથે જતા હોય યુવતી ઉપર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું

ગોંડલ શહેરની ખાનગી મેટરનીટી હોસ્પિટલમાં કુવારી યુવતીએ બાળકને જન્મ આપતા સમગ્ર ઘટનાની પોલીસ મથકમાં જાણ કરાઇ હતી પરંતુ પોલીસ પર રાજકીય દબાણ હોય મામલો રફેદફે કરી દેવા કાવાદાવા રચાયા હતા અને મોડી રાત્રે રેન્જ આઇજી સુધીનું પ્રેશર આવતા તાલુકા પોલીસને ગુનો નોંધવાની ફરજ પડી હતી.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ તાલુકાના રીબ ગામની કુંવારી યુવતી ઉપર ત્રણથી ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોય કુંવારી યુવતી ગર્ભવતી બની જવા પામી હતી કુવારી યુવતીને પ્રસૂતિ કરાવવા માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં તેને પુત્ર ને જન્મ આપ્યો હતો ઘટના અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા તાલુકા પોલીસને જાણ કરાઇ હતી પરંતુ પોલીસ પર રાજકીય દબાણ હોય મામલો રફેદફે કરવા કાવાદાવા રચી નાખ્યા હતા. મોડી રાત્રે રેન્જ આઈજીને ઘટનાની જાણ થતા તાલુકા પોલીસને ઉધડો લેતા ફરિયાદ નોંધાવા પામી હતી

તાલુકા પીએસઆઇ એમ જે પરમારે જણાવ્યું હતું કે યુવતી તેના કૌટુંબિક કાકા સંજય સંગ્રામભાઈ મેવાડા અને કૌટુંબિક ભત્રીજા વિશાલ ભુપતભાઈ મેવાડા રીબ ગામની સીમમાં છેલ્લા બે વર્ષથી પશુઓને ચરાવવા જતા હતા દરમિયાન અવારનવાર યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું પોલીસે ફરિયાદ નોંધી ઉપરોક્ત આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી નવજાત શિશુને ઓક્સિજનની જરૂર હોય સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતું