બગસરાના સનાળિયા-જામકા વચ્ચે કોઝવે પર તણાઈ જવાથી વીજકર્મીનું શબ મળ્યું

હાલ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદનું વાતાવરણ જોવા મળ્યું છે.અને અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.ત્યારે અમરેલી જિલ્લાના બગસરાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બગસરાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યા બાદ સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક થઈ હતી. ખુશાલ વેકરીયા નામના શખ્સ ગઈ કાલે સનાળિયા જામકા વચ્ચેના કોઝવેમાં પાણીમાં તણાઈ ગયા હતા.

ગઈકાલે પડેલ ભારે વરસાદથી સનાળિયા જામકા વચ્ચેના કોઝવે માં પાણીમાં તણાઈ ગયેલા pgvcl કર્મી ખુશાલ વેકરીયાનું શબ સ્થાનિક અને અમરેલી ndrf ની ટીમને 20 કલાક બાદ હાથમાં આવ્યું હતું. નદીના વહેણ માંથી મૃતકને શબને લઈને બગસરા હોસ્પિટલમાં ખસેડવા તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ કે શબ વાહીનીની જગ્યાએ છકડો રીક્ષા નો સહારો પરિજનોને લેવો પડયો હતો,ત્યારે શબ મેળવી લીધાનો આત્મ સંતોષ માનીને મામલતદાર સહિતના અધિકારીઓએ કાર્યવાહી કરી હોવાનો સંતોષ માન્યો હોય તેવું લાગી રહ્યું હતું.

ગત રાતથી તંત્ર મહેનત કરી રહ્યું હતું પણ 20 કલાકે તંત્ર દ્વારા શબને એમ્બ્યુલન્સ કે શબ વાહીની ન મળી ને છકડો રિક્ષામાં ઘટનાસ્થળ થી હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યું હોય ત્યારે વિકાસશીલ પ્રગતિશીલ ગુજરાત સામે સવાલો ઉભા થયા હતા.