Abtak Media Google News

બોલિવૂડની એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદમાં આવી છે. એક્ટ્રેસ પાયલ રોહતગીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. તેના પર સોશિયલ મીડિયા પર તેની બિલ્ડિંગના સોસાયટીના ચેરમેન સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. સેટેલાઇટ વિસ્તારમાં પોતાની સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડીલિટ કરી નાખી હતી.

પાયલ પર સોસાયટીના લોકો સાથે વારંવાર ઝઘડો કરવો અને અધ્યક્ષને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ’20 જૂને સોસાયટીની એક બેઠક હતી. અને તે અભિનેત્રી સભ્ય ન હોવા છતાં પણ બેઠકમાં આવી હતી. જ્યારે તેને બેઠકમાં બોલવાની ના પાડવામાં આવી તો તે ગાળો આપવા લાગી. આ પહેલી વાર નથી, આની પહેલા પણ સોસાયટીમાં બાળકોના રમવાને લઈ પાયલે અનેક વખત ઝઘડો કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi)

પહેલા પણ પાયલની ધરપકડ કરવામાં આવી હતી

પાયલે 21 સપ્ટેમ્બર 2019 ના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં પૂર્વ સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નેહરુ, પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ બાબતે પાયલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ તેને રાજસ્થાનની બુંદી પોલીસે ધરપકડ કરી હતી. જોકે, બાદમાં અભિનેત્રીને રાજસ્થાન કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

પાયલે આ ફિલ્મોમાં કર્યું કામ

પાયલ હિન્દી ફિલ્મોમાં યે ક્યા હો રહા હૈ, રેફ્યુજી, શક્તિ, 36 ચાઇના ટાઉન, ઢોલ, દિલ કબડ્ડી જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ સિવાય તે બિગ બોસ, ફિયર ફેક્ટર ઇન્ડિયા 2 જેવા ટીવી શોનો પણ ભાગ રહી ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.