Abtak Media Google News

દેશ ભાવના ભૂલી પ્રદેશવાદની આગનો ભડકો મિઝોરમ અને આસામ બંનેને દઝાડે છે

દેશ દાઝ, દેશ ભાવના અને ભારતના સર્વભૌમત્વના ગૌરવને ભૂલીને મિઝોરમ અને આસામમાં ભડકી ઉઠેલાં પ્રદેશવાદથી બંને રાજ્યો એક દેશના હોવા છતાં સામસામે આવી ગયાં છે. પહાડી વિસ્તારોની વિસમ ભૌગોલીક પરિસ્થિતિ અને સમંતલ સરહદ ન હોવાથી ઉભી થયેલી હદની સમસ્યામાં આસામ અને મિઝોરમના લોકો સામસામે આવી ગયા છે. સરહદની આ સમસ્યાએ બે દેશોના યુધ્ધ સ્થિતિ ઉભું રહી દીધી છે.

મિઝોરમે બરાક, ખીણ અને કરીમગંજના જંગલ વિસ્તારમાં બન્કરો બાંધવાનું શરૂ કરી દીધું છે બીજી તરફ આસામ વન વિભાગ દ્વારા આ બન્કરોને હટાવવાના પ્રયાસો અને કોચરમાં ભારે અથડામણ સર્જાઇ હતી અને સીઆરપીએફને તૈનાત કરવાની ફરજ પડી છે.

મિઝોરમએ ભૂવિરબંધ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બન્કરો બનાવ્યાનો દાવો કર્યો છે આ વિસ્તાર અગાઉ કરિમગંજ વિસ્તારમાં આવતો હતો. મિઝોરમે આ વિસ્તારને પોતાનો હોવાનો દાવો કર્યો હતો. ખરેખર આ વિસ્તાર આસામનો હોવાનો અને મિઝોરમ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રતિક્રમણ થતો હોવાની ફરિયાદ ઉઠાવી છે. કરિમગંજના એસ.પી. પદ્મનાભ બોરૂએ જણાવ્યું હતું પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે વિવાદગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓએ દાવો કર્યો છે કે આ વિસ્તારમાં મિઝો આંદોલનકારીઓએ કેટલાંક આસામના નાગરિકોને હિજરત કરાવવાની ફરજ પાડી છે.

રતાબરીના ભાજપના ધારાસભ્ય વિજય મલકરનું કહેવું છે કે અમે વિવાદગ્રસ્ત વિસ્તારોમાં વિજળી, પાણી સગવડ માટે અને પોલીસની જરૂરીયાતોની વ્યવસ્થા કરી છે. બીજી તરફ મિઝોરમના ગૃહસચિવે જણાવ્યું છે કે આસામમાંથી શસસ્ત્રો દળો સતતપણે તૈનાત થઇ રહ્યાં છે. મોટા ભાગે મિઝોરમમાંથી આસામી પરિવારોને હિજરત કરાવાઇ રહી છે.

બંને રાજ્યો વચ્ચે પહાડી અને જંગલ વિસ્તાર હોવાથી છેલ્લા કેટલાક વિસ્તારથી હદને લઇને વિવાદો ચાલે છે. સુરેખ સરહદ ન હોવાથી પહાડી વિસ્તારો પર બંને રાજ્યોએ એકબીજાના દાવા કર્યા છે. જંગલ વિસ્તારમાં વસતા આદિવાસીઓ અને બંને રાજ્યના નાગરિકોએ જમીન ઉપર કરેલાં દાવાઓએ પરિસ્થિિ ત વધારે વણસાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.