Abtak Media Google News

મેયર, મ્યુનિ.કમિશનર અને ત્રણેય ઝોનના ડીએમસીએ ફિલ્ડમાં ઉતરવું પડયું: ત્રણ ઈંચ વરસાદે જ મહાપાલિકાની પોલ ખોલી નાખી: પ્રમ વરસાદમાં જ લોકો ટ્રાફિકજામ, અંધારપટ્ટ સહિતની સમસ્યાથી ત્રાહિમામ

રાજકોટમાં ગઈકાલે સાંજે પડેલા અનરાધાર ત્રણ ઈંચ વરસાદે રાબેતા મુજબ મહાપાલિકાના પ્રિ-મોન્સુન પલાનની પોલ ખોલી નાખી છે. દોઢ કલાકમાં પડેલા ૩ ઈંચ વરસાદમાં શહેરમાં મોટાભાગની બ્રિજ સ્વીમીંગ પુલમાં ફેરવાઈ ગયા હતા. રાજમાર્ગો પર જળબંબાકાર જેવી પરિસ્િિત સર્જાઈ ગઈ હતી. ખુદ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની ઉપરાંત ત્રણેય ઝોનના ડીએમસીએ સ્િિત ાળે પાડવા મોડી રાત સુધી ફિલ્ડમાં ફરવું પડયું હતું. પ્રમ વરસાદે જ રાજકોટવાસીઓએ ટ્રાફિકજામ અને અંધારપટ્ટ સહિતની સમસ્યાનો સામનો કરવો પડયો હતો.

શહેરમાં પ્રિ-મોન્સુન એકટીવીટીની અસરતળે પડેલા ત્રણ ઈંચ વરસાદમાં શહરેમાં જળબંબાકાર જેવી સ્િિત સર્જાવા પામી હતી. મહિલા કોલેજ ઓવરબ્રિજ, લક્ષ્મીનગર નાળુ, પોપટપરાનું નાળુ સહિતના મોટાભાગના બ્રિજ અને નાલાઓ રીતસર સ્વીમીંગ પુલ બની ગયા હતા. રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે બ્રિજના નિર્માણ માટે આડેધડ ખોદકામ કરવામાં આવયું હોય. અહીં પણ વરસાદી પાણી ભરાયા હતા. શહેરમાં ૩૮ સ્ળોએ વરસાદી પાણી ભરાયા હોવાની અને વૃક્ષો ધરાશાયી યા હોવાની ફરિયાદો ઉઠી હતી. અનરાધાર વરસાદના કારણે પાણી ભરાવા સહિતની સમસ્યાઓની માહિતી મેળવવા ડો.જૈમન ઉપાધ્યાય તા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જુદા જુદા વિસ્તારની મુલાકાત લીધી હતી અને સેન્ટ્રલ ઝોન તા વેસ્ટ ઝોનમાં તાત્કાલીક અસરી કંટ્રોલ‚મ શ‚ કરાવી દીધા હતા. વરસાદના કારણે શહેરભરમાં ડામર કામો બંધ કરી દેવામાં આવ્યા છે.

પ્રમ વરસાદે જ મહાપાલિકાના કહેવાતા પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી નાખતા તંત્રને આડેહા લેતા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય વરસાદે શાસકોની પોલ ખોલી નાખી છે. ૩ ઈંચ વરસાદમાં રાજમાર્ગો વોકળા બની ગયા છે અને મનપાના ઈજનેરો વામળા પુરવાર યા છે. જૂન માસના આરંભે મનપાએ કંટ્રોલ‚મ ન ખોલતા મેઘરાજાએ તંત્રને ઉંઘતું ઝડપી લીધું છે.

પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ત્રણ ઈંચ વરસાદમાં શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ડ્રેનેજના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. પદાધિકારીઓ અને અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી મીટીંગમાં વ્યસ્ત રહે છે જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદની સામે વિજ તંત્ર પણ વામણુ પુરવાર યું છે. શહેરમાં મોડી રાત સુધી અંધારપટ્ટ છવાયો હતો.

ચોમાસાના સત્તાવાર આગમનને હજુ વાર છે. માત્ર ૩ ઈંચ વરસાદમાં આવી પરિસ્િિત ાય તો શહેરમાં એક સામનો ૮-૧૦ ઈંચ વરસાદ પડી જાય તો કેવી દશા ાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.