Abtak Media Google News

પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ઉપલા કાંઠાની નગર પ્રાથમીક શિક્ષણ સમીતીની ર૦ શાળાના કુલ ૧૫૧ તેજસ્વી વિઘાર્થીઓને શિલ્ડ તથા ગીફટ દ્વારા સન્માનીત કરવામાં આવેલ હતા.

કાર્યક્રમના અઘ્યક્ષ સ્થાને શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઇસ ચેરમેન અલ્કાબેન કામદાર, વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઇ દોશી, શાસનાધિકારી દેવદતભાઇ પંડયા, કોર્પોરેટરો પ્રિતીબેન પનારા, દક્ષાબેન ભેંસાણીયા, દોલતભાઇ રાઠોડ રમેશભાઇ ચૌહાણ વગેરે ઉ૫સ્થિત રહેલ.

વિઘાર્થીને શિલ્ડ સ્વ. મનુભાઇ રાઠોડ, તથા સ્વ. ચનાભાઇ ચૌહાણની સ્મૃતિમાં આપવામાં આવેલ હતા.

સંસ્થા દ્વારા ચાલતી વ્યસન મુકત અભિયાન અતરગત શિક્ષણ સમીતીના સદસ્ય મુકેશભાઇ મહેતા  તથા વિવેકાનંદ યુથ કલબના હસુભાઇ રાચ્છને તેમનું વર્ષો જુન વ્યસન મુકવા બદલ સન્માનીત કરવામાઁ આવેલ હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.