- પાણી-ફૂલો અને રંગોથી એક-મેકને રંગીને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી
- ઉજવણીના અંતે ખજૂર અને ધાણીનો નાસ્તો કરાવાયો
હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની બધા શહેરોમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતની અનેક શાળાઓમાં હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં ભૂલકાઓ દ્વારા હોળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પાણી-ફૂલો અને રંગોથી એક-મેકને રંગીને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના પટાંગણમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. તમજ બાળકોમાં તહેવારોની ઉજવણીનો ભાવ પ્રગટે તેવા દિવ્ય હેતુથી ઉજવણીના અંતે ખજૂર અને ધાણીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની ઉજવણી દેશ-દુનિયામાં અત્યારથી થઈ રહી છે. ત્યારે આજે શાળાઓમાં હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં ભૂલકાઓ દ્વારા હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પાણી-ફૂલો અને રંગોથી એક મેકને રંગીને હોળીના તહેવારની શુભકામના પાઠવવામાં આવી હતી.
શાળાના પટાંગણમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. સાથે સાથે બાળકોને કુદરતી રંગો તથા કુદરતી ફૂલોની સાથે સાથે પાણીથી ભીંજવીને રંગવામાં આવ્યાં હતાં. બાળકોમાં તહેવારોની ઉજવણીનો ભાવ પ્રગટે તેવા દિવ્ય હેતુથી થયેલી ઉજવણીના અંતે બાળકોને હોળીના તહેવારને અનુરૂપ ખજૂર અને ધાણીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
ડાયરેક્ટર પરેશભાઈ પટેલે કહ્યું કે, શાળામાં દરેક તહેવારોની ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે અમારી શાળા વૃંદાવન બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. બાળકોને પ્રહલાદની વાર્તા કરીને તેમનામાં આ ગુણો કેવી રીતે વિકસીત થાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી. ગીત સંગીતના તાલે સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી. આનંદ અને ઉલ્લાસભર્યા માહોલમા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતાં. એકમેકના ચહેરા પર કુદરતી કલરથી જીવનને રંગીન બનાવવાનો સુંદર સંદેશ આપ્યો હતો.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય