Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને દર મહિને અનાજ વિતરણ કરવામાં આવે છે. જેથી કોઈ પણ લોકોને ભૂખે પેટ ના સુવું પડે. ગરીબોને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે રેશનિગની દુકાને વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દુકાનદારો અધિકારીઓની મિલી ભગત થઈ સરકારી અનાજ સંગે વગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું.

ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલા આ પ્રદાફાશમાં કુલ 49 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના 4 વ્યક્તિના નામ આવેલા છે. 4 વ્યક્તિના નામ આવતા પુરવઠા વિભાગમાં મોટો હડકંપ મચી ગયો હતો. આ સાથે ઇડરના મામલતદાર કચેરીના ઓપરેટરનું નામ આવતા જ આજે તેને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના 4 વ્યતિઓમાંથી બે વ્યક્તિ હિંમતનગરના રહેવાસી છે. જેમો એક સાવન મોદી અને બીજા કમલેશ મોદી છે. જ્યારે સૈયદ નામનો વ્યક્તિ ઇડર મામલતદાર કચેરીએ છેલ્લા કેટલાય વર્ષથી પુરવઠા વિભાગમાં ઓપરેટર તરીકે એજન્સી મારફતે ફરજ બજાવતો હતો. ચોથો વ્યક્તિ ઈરફાન વડાલી તાલુકામાં રેશનિગની દુકાન ધરાવે છે.

ઇડરના ઓપરેટર સૈયદને આજે ઇડર મામલતદાર કચેરી દ્વારા નોટિસ ફટકારી છુટા કરવામાં આવ્યા છે. જ્યારે વડાલીના દુકાનદાર ઇરફાનનું લાયસન્સ રદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઇડરનો ઓપરેટર છેલ્લા કેટલાય વર્ષથી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતો હતો. જો ઝીણવટ ભરી તાપસ કરવામાં આવે તો આજ સુધી કેટલા દુકાનદારના રેશનિગના ડેટા મોકલવામાં આવ્યો છે, અથવા તેમજ કેટલા દુકાનદારો આ કૌભાંડમાં કેટલા સામેલ છે તે બધું બહાર આવે તેમ છે. છેલ્લા કેટલાક સમયથી ઇડર વડાલી તાલુકામો સસ્તા અનાજની બુમરડ ઉઠવા પામી છે. જો આમાં નિષ્પક્ષ તાપસ થાય તો મોટું રહસ્ય બહાર આવી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.