Abtak Media Google News

ધોળીપોળ નજીકની આ કંસારા બજારમાં ત્રણ દાયકા પૂર્વ ૨૦૦૦ જેટલા કારીગરો રોજની ૭૦૦થી ૮૦૦ રૂપિયા મજૂરી મેળવતા, હાલ ૨૦૦ જેટલા કારીગરો નજીવી રોજી મેળવી ઘડતર કામ કરે છે

વઢવાણની આ ઓળખ જીવંત રાખવા સરકાર કંસારા જ્ઞાતિની આ કલાને કારીગરીમાં સમાવેશ કરે તેવી માંગ

સુરેન્દ્રનગર શહેરનું વઢવાણ એક ઐતિહાસિક નગરી તરીકે જાણીતુ છે જ્યાં આજથી ૫૦ વર્ષ પહેલા આ વઢવાણ નું નામ વર્ધમાન પુરી તરીકે ઓળખવામાં આવતું હતું વઢવાણ એટલે રજવાડી અને રાજાશાહી ગામ છે આ ગામની એક આગવી ઓળખ બની છે ત્યારે હાલમાં ધીરે ધીરે વઢવાણ વિકાસના બદલે ભાંગતું જઈ રહેલું ગામ બની ગયું છે આમ છતાં પણ રાજકીય લોકો વઢવાણ ઉપર મધ મેળવી અને વઢવાણની સીટ ઉપર જીતે છે પરંતુ વઢવાણની કોઈ જ પરવા કરતા નથી ત્યારે આ ઐતિહાસિક નગરી ઉપર વઢવાણ શહેરની ખારવા કોડ વિસ્તાર એટલે જ્યાંથી ધોળીપોળ વિસ્તારમાં થી તમે પ્રવેશ કરો એકાદ કિ.મીનું  અંતર કાપો એટલે તમને ઠેરઠેર દુકાનો અને ઘરે ઘરે તાંબા પિત્તળ ના વાસણો બનાવતાને કાર્યકરો જોવા મળતા હવે આજના યુગમાં તાંબા પિત્તળ અને જેના કાચ ઓમાન અને તૈયાર થતો માલ નો ભાવ હાલમાં આસમાને પહોંચી જતા આજના યુગમાં આ તાંબા પિત્તળ ના બેડલા નું અસ્તિત્વ ખતમ થઈ ગયું આજથી ત્રણ દાયકા પહેલા વઢવાણમાં બે હજાર કારીગરો તાંબા પીતળ ના બેડ બનાવવાની કામગીરી કરતા હતા ત્રણ દાયકા પહેલા આ કારીગરોને રૂપિયા ૭૦૦ થી ૮૦૦ રૂપિયાની મજૂરી સાંજ પડતા મળતી જ્યારે અત્યારે હાલમાં ૨૦૦ જેટલા કાર્યકરો વઢવાણમાં ઘડતર કામ કરી રહ્યા છે પરંતુ તેમને આ કાર્ય મા આજે ૩૦૦ થી ૪૦૦ રૂપિયા સાંજ સુધીમાં મંજુરી મળી રહી છે ત્યારે હાલમાં વઢવાણ શહેર નો તાંબા પિત્તળ ના બેડલા નો વ્યવસાય પડી ભાંગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Img 20201007 112142

વઢવાણના કંસારા બજાર તરીકે ઓળખાતી આ બજાર સવારના છ વાગ્યાથી લઈને રાત્રીના ૧૦ ૧૧ કે ૧૨ વાગ્યા સુધી ભણતર કામ ચાલતું હોય એવી નગરીમાં આજે કંસારા બજાર અને કંસારા ના યુવાનો આ કામ કરવા માટે તૈયાર થતા નથી ત્યારે હાલમાં એક યુવાનને પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું કે ઘડતર કામમાં ભારે મજૂરી છે અને પૂરતું વળતર પણ મળતું નથી અને સાથોસાથ નવાઈની વાત તો એ છે કે આજે ત્રણસો ચારસો રૂપિયા કમાતા કંસારા યુવાને કોઈ યુવતી પણ આપતું નથી

Img 20201007 111723

અત્યારે હાલમાં કંસારા જ્ઞાતિમાં અનેક યુવાનો કુવારા લગ્ન વગર ના ફરી રહ્યા છે ત્યારે આ ઘરના કામમાં કામ કરી રહેલા કારીગરજણાવ્યું કે હાલમાં એક ઘડવાનો સમય ત્રણ કલાકનો લાગે છે જ્યારે માટલી બનાવવામાં ચાર કલાક જેવો સમય લાગે છે ત્યારે આખા દિવસમાં બે જોડી માટલી અને ઘોડો તૈયાર થાય છે ત્યારે આની પ્રક્રિયા એવી છે કે ધાતુની પ્લેટ માંથી પતરું કાપી અને તેને તાંબા પીતળ ના બેડે ના કારીગરો આને એક પોતાની કલાની કારીગીરી તરીકે કલા આ પી અને તાંબા પિત્તળ ના વાસણો અને એક આગવી ઓળખ બનાવી રહ્યા છે. ત્યારે  લલિત ભાઈ કંસારા જણાવતા હતા કે વઢવાણમાં અંદાજે ૩૦૦થી ૪૦૦ દુકાન ઉપર આ હા રોજગારી પ્રાપ્ત થતી હતી અને વઢવાણમાં જે રાજાશાહીમાં બહુ જ પ્રણાલિકા પામ્યા હતા આજે આ બેડાનો યુ હવે ધીરે ધીરે આથમી રહ્યો છે અને હવે લોખંડના પતરા ઉપર ડિઝાઇન આપી અને સસ્તા ભાવમાં વેચાતા આવા વાસણો સમય જતા બિન ઉપયોગી બને છે અને ૧૦ રૂપિયે કિલો વેચવા નો સમય આવે છે ત્યારે ઈ-યુગમાં હા તાંબા પિત્તળ માં આપેલા બેડા નું કરિયાવરમાં આપતા ત્યારે સમય સંજોગો બદલાય તો આ મેળાને કિંમત સારી એવી મળતી હાલમાં અત્યારે તાંબાના ચારથી પાંચ હજાર રૂપિયા થાય છે.

Img 20201007 111933

જ્યારે પિત્તળના મેળાના ૨૦૦૦થી વધુ રૂપિયા થાય છે જે લોકોને આજના મોંઘવારીના યુગમાં મોંઘા ગણાય છે ત્યારે વઢવાણનો ઘડતરનો આ યુગ હવે ધીરે-ધીરે ખતમ થવાના આરે આવી રહ્યો છે ત્યારે હાલમાં કંસારા જ્ઞાતિના યુવાનો હવે આયુ ગ છોડી અને નોકરી ઉપર લાગી ગયા છે અને બીજા વ્યવસાયમાં પણ જોડાઈ ગયા છે ત્યારે વઢવાણની કંસારા બજાર નું હવે અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું ત્યારે સરકાર આ કંસારા જ્ઞાતિને કલાની કારીગીરી માં સમાવેશ કરે અને ઉત્સાહિત કરે તો આ વઢવાણ ની કલા જીવંત રહે ખરી એવું હાલમાં ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.