પાંચ કોવિડ હોસ્પિટલોની કેન્ટીન પાસે ફૂડ લાઇસન્સ જ નથી:નોટિસ ફટકારાઈ

દોશી હોસ્પિટલના કેન્ટીન સંચાલકને ફૂડ લાઇસન્સ રીન્યુ કરાવવા તાકીદ

શહેરમા આવેલી જુદી-જુદી હોસ્પિટલમા આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્રારા કેન્ટીનમા પણ ચકાસણી કરવામાં આવી હતી.જેમા પી.ડી.યુ. હોસ્પીટલ, પરમ હોસ્પીટલ, સ્ટાર સીનર્જી હોસ્પીટલ, શ્રેયાંશ હોસ્પીટલ, જયનાથ હોસ્પીટલ, ઓરેન્જ હોસ્પીટલ (ઓલમ્પસ), આયુશ હોસ્પીટલ, સત્કાર હોસ્પીટલ, શાંતિ હોસ્પીટલ (સુરભી હોટલ), દોશી હોસ્પીટલ, નીલકંઠ હોસ્પીટલ (લોન્જ બોય્ઝ હોસ્ટેલ), હોપ કોવિડ હોસ્પીટલ, ક્રિષ્ના હોસ્પીટલ, રત્નદીપ કોવિડ હોસ્પીટલ ખાતે કરી કેન્ટીનમા સ્વચ્છતા તથા કોવિડ ગાઇડલાઇન્સનુ પાછન કરવા જરૂરી સુચના આપેલ. ચકાસણી કરે હતી.ચેકીંગ દરમિયાન  હોસ્પીટલ પૈકી આશાપુરા રોડ પર પરમ હોસ્પીટલ, ભક્તિનગર સર્કલ પાસે જયનાથ હોસ્પીટલ, રજપુતપરા ચોક પાસે ઓરેન્જ હોસ્પીટલ, કાલાવડ રોડ પર નીલકંઠ હોસ્પીટલ, અને રાષ્ટ્રીય શાળા સામે રત્નદીપ હોસ્પીટલ, દરેકના ફૂડ સપ્લાયસર પાસે લાયસન્સ નહિ હોવા સબબ નોટીસ આપવામાં આવી છે.તથા દોશી હોસ્પીટલમા કેન્ટીનમા ફૂડ લાયસન્સ રીન્યુ કરાવેલ ન હોઇ, નોટીસ પાઠવી હતી.