Abtak Media Google News

ડમ્પરનો પિછો કરતી વેળાએ ચાલકે કાવો મારતા

ચેકીંગ દરમ્યાન નડયો અકસ્માત: અધિકારીઓ ઘવાયા

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકામાં તો કોઈ એક ખાણ ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે અને જિલ્લામાં તંત્રને પણ ગાંઠતા ન હોવાની અનેકવાર અનેક પ્રકારની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખાણ ખનીજ અધિકારીઓ તપાસ માટે ગયા હતા અને ત્યારે બોડીયા ગામ પાસે ખનીજ ભરેલા ડમ્પરની પાછળ પાછળ કાર ચલાવતા હતા અને તેને પકડવા માટેની કામગીરી હાથ ધરવાની હતી તેવા સમયે ખાણ ખનીજ વિભાગની કારણે મારતા કાર પલટી ગઈ હતી અને જેમાં રહેલા અધિકારીઓને પણ નાની-મોટી ઇજાઓ થવા પામી છે તેમને તાત્કાલિક અસરે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોએ ખાસ કરીને મૂડી થાન જેવા ગામોમાં કાર્બોસેલની બેપામ રીતે મોટી માત્રામાં ચોરી થઈ રહી છે અને ખાણમાંથી કોલસો પથ્થરો અને કાર્બોસેલ કાઢી અને બેફામપણે ખાણ માફિયા બેફામ બન્યા છે ત્યારે તંત્રને પણ ન ગાતાઓની અનેક પ્રકારની અનેકવાર ફરિયાદો સામે આવી છે અને અવારનવાર અધિકારીઓ સાથે પણ ખાણ માફિયાઓ બાદ ભીડે છે અને અનેકવાર ઘર્ષણો પણ થયા છે

ત્યારે ફરીવાર આજે બોડીયા ગામ પાસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તપાસમાં જઈ રહ્યા હતા તેવા સમયે ત્યાંથી ડમ્પર ખાણ ભરી અને પસાર થતાં તેનો પીછો કરી રહ્યા હતા તેવા સમયે ડમ્પરના ચાલકે અધિકારીઓની કારણે અકસ્માત સર્જ્યો છે અને કાર પલટી મારી જેવા પામી છે જેમાં અધિકારીઓને ઈજા થવા પામી છે અને તાત્કાલિક અસર તેમને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે ખાણ ખનીજ માપીઓ બેફામ બન્યા હોવાનું વધુ એક પુરાવા સુરેન્દ્રનગર જિલ્લાના બોડીયા ગામે સામે આવ્યો છે ત્યારે ખાણ ખનીજ વિભાગની ગાડી ચેકિંગ માટે જઈ રહી હોવાની પણ વાત સામે આવી છે ત્યારે આ ડમ્પર ના ચાલકે જાણી જોઈ અને અકસ્માત સર્જી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે ત્યારે હાલમાં ફરિયાદ નોંધાવાની પણ તજવી જાત ધરવામાં આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.