- મહેન્દ્રનગર ચોકડી પાસે સર્જાયો અ*કસ્મા*ત
- પડધરીમાં રોડ ક્રોસ કરતી તરુણીને કારચાલકે ટક્કર મારી
- હવામાં 10 ફૂટ ઊંચે ફંગોળાઈને નીચે પટકાતા મો*ત
રાજ્યમાં બેફામ સ્પીડે વાહન ચલાવી નિર્દોષ લોકોના ભોગ લીધાની અનેક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે વધુ એક ઘટનામાં પડધરીમાં માસીના ઘરે વેકેશન કરવા આવેલી ધોરણ 8ની છાત્રા માસી સાથે બજારમાં જતી હતી. ત્યારે કારચાલક છાત્રાને ઠોકરે લઈ 10 ફૂટ ઉલાળતા તેનું ગંભીર ઈજા થતાં મો*ત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, પડધરીના કુલવાડી વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી 15 વર્ષીય ઝરણા જાદવ નામની તરૂણી વેકેશન કરવા મોરબીમાં મહેન્દ્રનગરમાં રહેતા તેના માસીના ઘરે આવી હતી. ત્યારે આ દરમિયાન તારીખ 14ના બપોરે ઝરણા તેના માસી સાથે બજારમાં ગઈ હતી. ત્યારે હળવદ રોડ પર મહેન્દ્રનગર ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતા કારચાલકે તરૂણીને ઠોકર મારતા તરૂણી 10 ફૂટ ઉલળી રસ્તા ઉપર પટકાતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.
તરૂણી ઇજાગ્રસ્ત થવાથી સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન તરુણીનું મો*ત નિપજ્યું હતું. તેમજ પ્રાથમિક તપાસમાં મૃ*ત*ક એક ભાઈની એકની એક મોટી બહેન હતી. પુત્રીના મો*તથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ ઉપરાંત સમગ્ર ઘટના અંગે મોરબી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.