કોંગી ઉમેદવારનું ફોર્મ રદ કરાતા ચૂંટણી પંચ કોર્ટમાં પહોચ્યું: કાલે સુનવણી
ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણી ની જાહેરાત કરવામાં આવી છે અને 6 ઓગસ્ટ રવિવારના રોજ મતદાન છે ત્યારે પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર એકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ સરવૈયા નું ફોર્મ પાલીતાણા ચૂંટણી અધિકારી દ્વારા રદ્દ કરવામાં આવ્યું હતું જેથી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સહિત પાલીતાણા ના કોંગ્રેસના નેતાઓ દ્વારા હાઇકોર્ટમાં જઈ ફોર્મ રદ્દ મામલે સ્ટે લાવવામાં આવ્યો હતો જે મામલે ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે ત્યારે મતદાન કરવાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ચૂંટણી પંચ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ રદ મામલે સુપ્રીમમાં પહોંચ્યું છે ત્યારે આવતીકાલે ચુનાવણી થશે તેવું ડેપ્યુટી કલેક્ટરે યુવરાજ સિદ્ધાર્થે જણાવ્યું હતું અને આવતીકાલે ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવું કે ન રાખવું તે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પર માન્ય રહેશે
આ મામલે કોંગ્રેસના ઉમેદવાર સહિત અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કર્યો હતો રાજકીય કાવા દાવાઓ થી તંત્ર પરેશાન કરતું હોવાનું જણાવ્યું હતું. હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે અને ચુકાદો આપવામાં આવ્યો છે છતાં પણ ચૂંટણી પંચ દ્વારા ફોર્મ માન્ય ન રાખતા કોંગ્રેસમાં રોષ વ્યાપી ગયો હતો ત્યારે પાલીતાણામાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે ફોર્મ રદ થયું છે.તેવા કોંગ્રેસના કદાવર નેતા ધર્મેન્દ્રસિંહ મહાવીર સિંહ સરવૈયા ઉર્ફે ઓમદેવસિંહ જેવો પણ તનતોડ મહેનત કરી રહ્યા છે