Abtak Media Google News

મોરબી તાલુકાના રાજપર ગામે આવેલ રજવાળા સમયની રાજપર તાલુકા શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં રાજપર તાલુકા શાળા દ્વારા ભવ્ય શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્ય, નાટકો, ગીત સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓએ વિવિધ કાર્યક્રમો આબેહૂબ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોને ખુશ કરી દીધા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમ, ઇનામ વિતરણ અને દેશ ભક્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત
મહાનુભાવોએ શાળાની પ્રશંસનીય કામગીરી બદલ શિક્ષકોની સેવાને બિરદાવી સન્માન  કર્યું 

આ સમારોહ વિધાર્થીઓ અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્રનો આબેહૂબ અભિનય રજૂ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા ના ધો 1 થી 8 માં અભ્યાસ કરતા શાળાના તેજસ્વી તારલાઓના તેમજ વિવિધ ક્ષેત્રે નામ રોશન કરનાર ભૂતપૂર્વ વિધાર્થીઓના પણ સન્માન કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવીય, તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈ, જીલ્લા પંચાયત સદસ્ય નયનભાઈ અઘારા, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષકને  ડી આર ગરચર, જીલ્લા પ્રાથમિક શિક્ષક મોરબીના પી વી અંબારીયા,  દિનેશભાઇ વડસોલા, રાજપર ગામના સરપંચ ભરતભાઇ મારવાણીયા, પૂર્વ સરપંચ ધરમશીભાઈ મારવાણીયા સહિત મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવો એ રાજપર તાલુકા શાળા એ 100 વર્ષ ની સફળતાપૂર્વક પૂર્ણ કરતા શાળા નું સફળ નેતૃત્વ સાંભળતા આચાર્ય ને શિક્ષકો ની મહેનત ને કાર્યશૈલી ને શાળા માં અભ્યાસ કરતા તેમજ ભૂતપૂર્વ વિધાર્થીઓ માં શિક્ષણ સાથે સાથે તેના માં સંસ્કારો નું સિંચન કરી વિધાર્થીઓ ના સર્વાંગી વિકાસ માં અભ્યાસ સાથે વિવિધ રમત ગમત તહેવારો રાષ્ટ્રીય તહેવારો સહિત ની ઉજવણી કરી રાજપર તાલુકા શાળા ને 100 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ આ શતાબ્દી મહોત્સવ ને અભિનંદન પાઠવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.