• રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે નાસિકમાં એન્જિનિયરોની તાલીમ ક્ેમ્પનું કયું નિરિક્ષણ
  • ભારતીય રેલવેના ઉચ્ચ ધોરણો જાળવવા, શીખવા હંમેશા પ્રયત્નશીલ: રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવ

ભારતનું રેલ તંત્ર વિકાસની સાથે સાથે  સુરક્ષીત અને સલામત બની રહે તેના માટે સરકાર પ્રતીબધ્ધ બની છે. રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે નાસિકની  મૂલાકાત દરમિયાન  મુખ્ય લોકો નિરીક્ષક સાથે સુરક્ષીત ટ્રેન સંચાલન ટેકનોલોજીની  અપગ્રેડશન લોકો પાયલોટના વિશ્રામ તાલીમ જેવા મુદાની  જારકારી મેળવી જરૂરી  સૂચનો કર્યા હતા.

રેલવે  મંત્રી વૈષ્ણવે  સામાન્ય રીતે તેમના તાલીમ અનુભવો અને ખાસ કરીને ’કવચ’ ના ઉપયોગ વિશે સીએલઆઈ સાથે વાતચીત કરી.સીએલઆઈ એ આ વિષે તેમની આંતરદૃષ્ટિ શેર કરી કે કેવી રીતે કવચ સિસ્ટમ ઝડપ જાળવી રાખવા અને ટ્રેનસંચાલન દરમિયાન સલામતી અને સમયની પાબંદી બંનેમાં સુધારો કરવામાં તેમનો આત્મવિશ્વાસ વધારે છે.

ચર્ચાઓમાં  આધુનિક બ્રેકિંગ સિસ્ટમ્સ, લોકોમોટિવ્સમાં નવી ટેકનોલોજી અને અસરકારક ક્રૂ મેનેજમેન્ટ પ્રેક્ટિસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભોપાલ ડિવિઝનના સીએલઆઈ  એસ કે રાઠીએ તેમનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, “જેમ ઇન્ટરલોકિંગ સ્ટેશન માસ્ટર માટે, પીએસસી  સ્લીપર ટ્રેક ટ્રેકમેનને મદદ કરે છે, તેવી જ રીતે કવચ ટેક્નોલોજી લોકો પાઇલોટ્સને સુરક્ષિત ટ્રેન કામગીરીમાં મદદ કરે છે.” એ જ રીતે, એક સીએલઆઈ એ કહ્યું કે કવચ ટેક્નોલોજી માત્ર સુરક્ષિત ટ્રેન કામગીરી તરફ દોરી જતી નથી પણ તેને અને તેના પરિવારને તણાવમુક્ત પણ રાખે છે. કવચ એસપીએડી  (સિગ્નલ પાસિંગ એટ ડેન્જર) ની ઘટનાઓને રોકવામાં મદદ કરે છે અને લેવલ ક્રોસિંગ ગેટ પર સલામતી સુનિશ્ચિત કરે છે, એવો એક અનુભવ સીએલઆઈએ જણાવ્યો હતો.

રેલવે મંત્રીએ ક્રૂ માટે કામ કરવાની સ્થિતિમાં સુધારો કરવાના રેલવેના પ્રયાસોની પ્રશંસા કરી હતી જેમાં  100% એરકન્ડિશન્ડ રનિંગ રૂમ અને રનિંગ સ્ટાફ માટે બહેતર સુવિધાઓ સામેલ છે.તેમણે ડ્યુટી રોસ્ટરને વિભાજિત કરીને ફરજના કલાકો ઘટાડવાના અને લોકો કેબને એર કંડિશનિંગ, ટોઇલેટ અને એર્ગોનોમિક સીટોથી સજ્જ કરીને તેમની સલામતી વધારવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

રેલવે મંત્રીએ સીએલઆઈ ને વિનંતી કરી કે તેઓ શરુ કરવામાં આવી રહેલી આધુનિક તકનીકોનો સંપૂર્ણ લાભ ઉઠાવે અને ભારતીય રેલવેના ઉચ્ચ ધોરણો જાળવવામાં સતત શીખવા, સમર્પણ અને પ્રતિબદ્ધતાના મહત્વ પર ભાર મૂક્યો.

પશ્ર્ચિમ  રેલવેએ  નિયત સમયમાં ઉત્પાદકતા સાથે જોડાયેલ બોનસની 100% ચુકવણી કરી

પશ્ચિમ રેલ્વે એ જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે કે તેણે રેલ્વે બોર્ડની જાહેરાતના 24 કલાકમાં તમામ પાત્ર કર્મચારીઓને એટલે કે લગભગ 85,000 નોન-ગેઝેટેડ કર્મચારીઓને 143 કરોડ રૂપિયાના ઉત્પાદકતા થી જોડાયેલ બોનસ (પીએલબી)ની 100% ચુકવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી   વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, પશ્ચિમ રેલ્વેમાં કામ કરતા દરેક એટલેકે લગભગ 85,000 નોન-ગેઝેટેડ કર્મચારીઓને ઉત્પાદકતા થી જોડાયેલ બોનસ (પીએલબી)વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ એ છ મંડળો,તમામ કારખાનાઓ,એકમો અને હેડક્વાર્ટરના અધિકારીઓ અને કર્મચારીઓની અતૂટ પ્રતિબદ્ધતા અને અથાક પ્રયત્નોનો પુરાવો છે, જેમણે નિર્બાધ વિતરણ સુનિશ્ચિત કરવા માટે એકાઉન્ટ્સ વિભાગ સાથે સંપૂર્ણ સંકલનમાં કામ કર્યું હતું. પશ્ચિમ રેલવેની આ સિદ્ધિ તેના કર્મચારીઓની પ્રતિબદ્ધતા અને તેમના કલ્યાણને પ્રાથમિકતા આપવાના સંકલ્પને રેખાંકિત કરે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.