Abtak Media Google News

૧૯૮૦ ના દાયકામાં જ્યારે ટેલિવિઝન સેટ ભારતીય પરિવારોના ડ્રોઇંગરૂમોમાં સ્થાન લેવા માંડ્યા ત્યારે લોકોના ઘરોમાં બહુ ઓછા કલર ઝટ હતા. સરકારની માલિકીની ચેનલ દૂરદર્શન થી શરૂ થયેલી આ સફર ૧૯૯૦ નો દાયકો શરૂ થતા સુધીમાં તો દેશના ઘર-ઘરમાં પહોંચી. બરાબર એજ સમયે સુભાષ ચંદ્રએ ઝી ટેલિફિલ્મ્સ લોંચ કરીને દેશની ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને વાયબ્રન્ટ બનાવી. વર્ષ-૧૯૯૧ માં ઝી ની શરૂઆત વખતે ચંદ્રએ તમામ એસેટ ભાડે રાખી અને દેશવાસીઓનો ચેનલ પ્રત્યેનો પ્રતિભાવ જાણ્યો.  અને ચેનલની સફળતા બાદ એક જ મહિનામાં તેમાં મોટા પાયે મુડીરોકાણ શરૂ કર્યુ હતું. ત્યાર બાદ બહુ ટૂંકાગાળામાં ટેલિવિઝને મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં અતિ મહત્વનું સ્થાન હાંસલ કરી લીધું.

ત્યારબાદ દેશમાં છાશવારે નવી ચેનલો આવતી ગઇ, સ્પર્ધા થતી ગઇ, મોટા ઉદ્યોગપતિઓ આ વ્યવસાય સાથે જોડાયા, દેશના પ્રમુખ અખબારો ન્યુઝ ચેનલો સાથે આવ્યા. વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૮ સુધીનો એક દાયકો એવો આવ્યો જ્યારે સૌ ને આ ઇન્ડસ્ટ્રીમાં ભારે કમાણી દેખાતી હતી.  જો કે આ સમયે જ ચેનલોની વિશ્વસનીયતા ઘટવાની શરૂઆત થઇ ચુકી હતી. ૨૦૧૨ માં ઋઈંઈઈઈં જેવી સંસ્થાનો અહેવાલ આવ્યો જેમાં કહેવાયું કે આ ઇન્ડસ્ટ્રી ૩૩૦ અબજ રૂપિયાની થઇ રહી છે અને દર વર્ષે ૧૭ ટકાના દરે વિસ્તરી રહી છે. ખેર વિસ્તરી રહેલી આ ઇન્ડસ્ટ્રીમાં નફાનો ગાળો ઘટી રહ્યો હતો. આમેય તે જે સેક્ટરમાં વધુ વેપારીઓ અને વિકલ્પો આવે તે સેક્ટરમાં નફો ઘટે તે તે પણ ભિંતે લખેલું સત્ય છે. આ નફાના ઘટાડાનું તત્વ આજે આ ઇન્ડસ્ટ્રી માટે માથાનો દુખાવો બની ચુક્યું છે. આજે સંખ્યાબંધ ચેનલો એવી છે જેના પ્રમોટરો અન્ય વ્યવસાયોમાં પ્રતિષ્ઠા જળવાઇ રહે તે માટે ખોટ કરીને પણ ચેનલો ચાલુ રાખે છે. એમ તો એક અહેવાલમાં એમ પણ કહેવાયું હતું કે ૨૦૧૬ ની સાલમાં આ ઇન્ડસ્ટ્રી ૭૩૫ અબજ રૂપિયાની થઇ જશે.  ત્યારબાદ પણ એવું કહેવાયું કે આ ઇન્ડસ્ટ્રી વર્ષ ૨૦૧૮ માં દેશના ૠઉઙ ના દર કરતા પણ વધારે ઝડપથી આગળ વધી રહી છે, ભલે નફાનું ધોરણ ઘટી રહ્યું છે તો પણ.

7537D2F3 1

વધતા ન્યુઝ પ્રિન્ટના ભાવના કારણે હવે ડિજીટલ, વેબસાઇટ તથા સોશ્યલ મિડિયા જેવા વિકલ્પો વધુ પ્રચલિત થઇ રહ્યા છે. આ સાથે જ ડીસ્ટ્રીબ્યુશનની આવક વધી રહી છે. જાહેરાતની આવક ૧૪ ટકા વધી ને ૩૦૫૦૦ કરોડ રૂપિયા થઇ છે, સબસ્ક્રીપ્શનની આવક ૧૧ ટકાના વધારા સાથે ૪૩૫૦૦ કરોડે પંહોંચી છે. જોકે આવકની સાથે અન્ય ખર્ચા વધ્યા તથા નવી ટેકનોલોજી ઉમેરાતી જતા ચેનલોને નવા મુડીરોકાણ કરવા પડે છે.આજે લગભગ ત્રણ દાયકા બાદ સુભાષ ચંદ્રને ઝી ટેલિફિલ્મ્સનો મોટા ભાગનો હિસ્સો વેચવાનો વારો આવ્યો છૈ. આ સ્થિતી માટે કદાચ સુભાષ ચંદ્રની અમુક વ્યવસાયિક ભુલ જવાબદાર હોય, ક્યાંક અન્ય બિઝનેસમાં થયેલા રોકાણ જવાબદાર હોય પણ સાથે જ આ ઇન્ડસ્ટ્રીની મુવમેન્ટ પણ એટલી જ જવાબદાર માની શકાય.

સુભાષ ચંદ્રના ઝી ટેલિ ફિલ્મ્સની થઇ છે. ઝી ના શેર આશરે બે વર્ષ પહેલા ૬૦૦ રૂપિયાની સપાટીએ હતા. જ્યારે ૨૦મી નવેમ્બરે તેના શેરના ભાવ ૨૮૫ રૂપિયા હતા. તેઓ લેણદારોના ચુકવણા માટે અગાઉ પણ પોતાના હિસ્સાના ૧૧ ટકા શેર ઇન્વેસ્કોને વેચીને ૪૨૨૪ કરોડ રૂપિયા ઉભા કરી ચુક્યા છે. અગાઉ લેણદારોને કુલ ૪૪૫૦ કરોડ રૂપિયાનું ચુકવણું કરી ચુક્યા છે. જન્યુઆરી-૧૯ માં ઝી ઉપર ૧૩૫૦૦ કરોડ રૂપિયાનો બોજ હતો. જે હાલ ૭૦૦૦ કરોડ રુપિયાનો છે. જ્યારે કંપનીની કુલ વેલ્યુએશન આજના શેર ભાવ પ્રમાણે ૨૨૭૫૦ કરોડ રૂપિયા ગણાય છે. ગુ‚વારના અહેવાલ પ્રમાણે ઇન્સ્ટીટ્યુશ્નલ ઇન્વેસ્ટરોના ગ્રુપે ઝી ના પ્રમોટરો પાસેથી ૧૫.૭ ટકા શેરનો હિસ્સો લીધો છે જેનાથી સુભાષ ચંદ્ર પાસે બીજા ૪૩૪૩ કરોડ રૂપિયા આવશે અને લેણદારોને ચુકવવાની વ્યવસ્થા કરાશે. આ વેચાણ બાદ તેમની પાસે માંડ પાંચેક ટકા શેર રહેશે. કહેવાય છે કે આ શેરનો ૪ ટકા જેટલો હિસ્સો પણ વેચીને સુભાષ ચંદ્ર માત્ર ૧.૧૧ ટકા જેટલો હિસ્સો પોતાની પાસે રાખશે. આ અગાઉ એન.ડી. ટીવી, સહારા, જૈન ટીવી ટીવી-૯, ટીવી-૧૮ જેવી કેટલીય ચેનલોના માલિકો બદલાઇ ચુક્યા છૈ અથવા તો બંધ થઇ ગઇ છે. હવે મોબાઇલમાં ટી.વી આવશે ૫ જી નેટવર્ક આવશે, આઇપી ટીવી આવશે, ત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં જે નવું લાવશે તે ટકશે એ વાત નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.